તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand સેટેલાઇટ પ્રવૃતિથી થયેલી જમીન માપણીથી ખેડૂતોમાં અસંતોષ

સેટેલાઇટ પ્રવૃતિથી થયેલી જમીન માપણીથી ખેડૂતોમાં અસંતોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તથા આણંદ જિલ્લામાં તાજેતરની વિધાનસભાની માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખી. ખેડૂતોની લેખિત રજુઆતોને ધ્યાનમાં ચઢ્યા વગર બ્લોક પદ્ધતિવાળા ગામોમાં સેટેલાઇટ પ્રવૃતિથી જે જમીન માપણી કરવામાં આવી છે.

પેટલાદના પાળજના ખેડૂત નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાળજ ગામના બબ્બેવાર બ્લોક બદલવા છતાં ખેડૂતોની જમીનના ક્ષેત્રફળોમાં વધઘટ જોવા મળે છે. આમ છતાં આ ત્રીજી વખતની સેટેલાઇટ પદ્ધતિથી માપણી પૂર્ણ કરવા છતાં આની આ જ ભૂલો જોવા મળે છે. ખેડા-આણંદ જિલ્લામાં થયેલ ખાનગી એજન્સીઓ દ્વારા ગામોમાં અમુક ખેડૂતોના જ નંબરોમાંથી માત્ર ચાર-પાંચ દિવસમાં ગામની સમગ્ર જમીનોની જમીન માપણી પૂર્ણ કરી દેવામાં આવતા આ સ્થિતી સર્જાઇ છે. બ્લોક પદ્ધતિવાળા ગામોમાં બ્લોકમાં આવતા અલગ અલગ જમીન માપણી કરવા છતાં જ્યારે ગામડાઓમાં માપણીના નવા નકશાઓ આપ્યા હતા. તેમાં જુના બ્લોકવાળી જમીનોના નકશાઓ આપી અધિકારીઓએ સંતોષ માન્યો હોય તેમ માલૂમ પડે છે.

અન્ય સમાચારો પણ છે...