આણંદ-ખેડામાં 2000થી વધુ જગ્યાએ શ્રીજીની સ્થાપના થશે

ચરોતરની જનતા વિધ્નહર્તાના વધામણા કરવા માટે ઉત્સુક

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Anand - આણંદ-ખેડામાં 2000થી વધુ જગ્યાએ શ્રીજીની સ્થાપના થશે
આણંદ શહેર સહિત જિલ્લામાં ગુરૂવાર સવારે ગામેગામ વિધ્નહર્તાની સ્થાપન કરીને દસ દિવસ સુધી ભકિતભાવ પૂર્વક પૂજા અર્ચના કરેશે, હાલ તો જિલ્લાના પડાલોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આણંદ જિલ્લા1465 અને શહેરમાં 118 સ્થળો પર ગણેશસ્થાપન કરવામાં આવશે.ગામડીવડ,વહેરાઇમાત વિસ્તાર સહિતના વિવિધ બજારોમાં ભારે ભીડ જામેલી જોવા મળી હતી.

આણંદ શહેરના આઝાદ મેદાન યુવક મંડળ દ્વારા મયુરેશ્વર થીમ ઉપર ગણેજીની સ્થાપના કરવામાં આવનાર છે.નાનાઅડધ ખાતે ગબ્બર ચોક યુવક મંડળ દ્વારા માતા પાર્વતીની ગણેજીને સ્નાક કરાવતા હોય તેવી હિમાલય થીમ ઉપરગણેશજીની સ્થાપના કરવામાં આવના છે.આ ઉપરાત ફાયરસ્ટેશન પાસે કાછીયા પટેલ યુવક મંડળ દ્વારા બે ટન સુધ માટીમાંથી ગણેશજીના પોસ્ટર સાથેની પ્રતિમાં તૈયાર કરાશે. જિલ્લા 365 ગામોમાં ગણેશજીની સ્થાપના કરાશે.

નડિયાદમાં ઉજવણીમાં ઘટાડો

નડિયાદ શહેરમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરનારની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે શહેરના પૂર્વ વિસ્તારમાં 150 અને પશ્ચિમ વિસ્તારમાં 45 મળી કુલ 185 જગ્યાઓએ ગણેશજીની સ્થાપના કરી પર્વની ઉજવણી કરાઇ હતી.ચાલુ વર્ષે કુલ 92 સ્થળોએ ઉજવણીની મંજૂરી મેળવાઇ છે.

X
Anand - આણંદ-ખેડામાં 2000થી વધુ જગ્યાએ શ્રીજીની સ્થાપના થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App