તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિને ઠપકો આપતા પરિણીતાને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ : પેટલાદ તાલુકામાં રહેતી દક્ષાબેન જશભાઈ ચૌહાણના લગ્ન પીપળાવ ગામે કિશન રાજેન્દ્ર સોલંકી સાથે થયા હતા. જોકે, લગ્નના થોડાં જ સમય બાદ પરિણીતા પર તેના સાસરીયાંઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. વધુમાં કિશન સોલંકી કંઈ નોકરી-ધંધો ન કરતો હોઈ આ બાબતે તેણે તેના પતિને ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને કિશન તેમજ તેના માતા-પિતા અને તેના જેઠે તેને માર માર્યો હતો. આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે પતિ કિશન સોલંકી, સસરા રાજેન્દ્ર ધુળા, સાસુ બકુલા અને જેઠ ચિરાગ વિરૂદ્ધ ઘરેલું હિસા અને મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...