તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના બે યુવક સહિત ચાર ગુમ થતા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આણંદ શહેરના લોટીયા ભાગોળ પોલીસ ચોકીની પાછળ બહુચરાજી ચોકમાં રહેતા વિનુભાઈ ચાવડાનો 27 વર્ષીય પુત્ર વિજયભાઈ વિનુભાઈ ચાવડા ગત 1 લી ઓક્ટોમ્બર સોમવારે સવારે નોકરી જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હતો. તો જિટોડિયા રોડ ઉપર આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતી 45 વર્ષીય જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ મંગળવારે સવારે બહાર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા બનાવમાં આણંદ તાલુકાના સામરખા ગામે ટેકરીવાળા ફળીયા સ્થિત સરકારી ગોડાઉનની પાછળ રહેતા 20 વર્ષીય રાધાબેન અશ્વિનકુમાર અમરસીંગભાઈ પરમાર પણ કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ શોધખોળ હાથ ધરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. ચોથા બનાવમાં બોરસદના જંત્રાલ ગામે રહેતા વિજેતાબેન મહેશભાઈ ભાનુપ્રસાદ ભટ્ટ પણ ગુમ થતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...