આત્માને તર્કથી પણ સિદ્ધ કરી શકાય છે

Anand - આત્માને તર્કથી પણ સિદ્ધ કરી શકાય છે
Anand - આત્માને તર્કથી પણ સિદ્ધ કરી શકાય છે

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:01 AM IST
આત્માને તર્ક પણ સિધ્ધ કરી શકાય છે. આત્મા, જીવ, પ્રાણ, ચેતના વગેરે શબ્દોના માધ્યમથી પણ આત્મને ઓળખી શકાય છે. તેમ પર્યુષણપર્વના સાતમાં દિવસે મુક્તિ મનિચંન્દ્વ સુરીજીએ જણાવ્યું હતું

ઘણા માણસો એવા છે. જે લોકો આત્મા કર્મ, પુણ્ય, પાપ વગેરે અતીન્દ્વિય પદાર્થોમાં વિશ્વાસ ધરાવતી નથી. પણ એનું જો આપણે થોડો વિચાર કરીએ તો આ બધા પદાર્થો તર્ક દ્વારા પણ સિધ્ધ થઇ શકે છે. કોઇ પણ પદાર્થની સિધ્ધી ચાર રીતે થાય પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન,અને શબ્દ(શાસ્ત્રી) નાસ્તિકોની એવી દલીલ છે કે, આત્મા કોણે જોયો કોઇએ નહિ, જેને જોયો જ ન હોય તેની શ્રધ્ધા કરવાની જરૂર શું ? આવીદલીલ નાસ્તિકોની પહેલા પણ હતી આજે પણ છે. પણ એવું નથી આત્માને તર્કથી પણ સિધ્ધ કરી શકાય છે. દા.ત. તમારૂ ક્યારેક માથું દુ:ખતું હોય તો શું કહેશો ? મારૂ માથું દુ:ખે છે. તેમ તમારા ઘર, પત્ની, પૈસા માટે કેવા પ્રકારનો શબ્દ પ્રયોગ કરો છો. મારું ઘર, મારી પત્ની વગેરે પણ ક્યાંય હું શબ્દનો પ્રયોગ નથી કરતાં તો હું એ શું છ? હું એટલે બીજો કોઇ નહી, આત્મા અને શરીર જુદા-જુદા છે. એક નથી તેમજ ઘણાને જાતિસ્મરણ એટલે કે પૂર્વભવનું જ્ઞાન થાય છે. ઘણાને શરીર અને આત્માનો ભેદજ્ઞાન પણ થાય છે. આ બધા દ્વારા પણ જાણી શકાય છે કે આત્મા અને શરીર જુદા જુદા છે.

X
Anand - આત્માને તર્કથી પણ સિદ્ધ કરી શકાય છે
Anand - આત્માને તર્કથી પણ સિદ્ધ કરી શકાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી