ગરીબોના અનાજનો વેપલો કરતાં દુકાનધારકોના લાયસન્સ રદ કરો

રાસનોલના રહીશોની પુરવઠા વિભાગમાં રજૂઆત ધામધમકી આપનારનું લાયસન્સ રિન્યુ કરાતા રોષ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
ગરીબોના અનાજનો વેપલો કરતાં દુકાનધારકોના લાયસન્સ રદ કરો
આણંદ જિલ્લાના રાસનોલ તાબે મકનપુરામાં આવેલ દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા ગરીબ પરિવારોના રેશનકાર્ડધારકોને ધાકધમકી આપીને તેમના હકકનું અનાજ ન આપીને સગેવેગ કરી દેતો હતો.જેથી અગાઉ તેનું લાયન્સ રદ કરવામાં આવ્યું હતું.પરંતુ કોઇ કારણસર લાયન્સ રીન્યુ કરતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

રાસનોલ તાબે મકનપુરામાં ગણપત ભલાભાઇ પરમાર દિન દયાળ ગ્રાહક ભંડાર ચલાવે છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અને ધાકધમકી આપીને ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ તથા કેરોસીનનો જથ્થો વિતરણ ન કરીને સગેવગે કરી દેતા રજૂઆતના પગલે તેનું લાયન્સ રદ કરવામાં આવ્યું હતું.થોડા સમયબાદ પૂરવઠા વિભાગ દ્વારા પુન: લાયન્સ રીન્યુ કરી આપતા ગ્રામજનોએ પંચાયતમાં જઇને સરપંચ સમક્ષ રોષ વ્યકત કર્યા હતો.ત્યારબાદ ગ્રામજનોને ગુરૂવારે આણંદ ખાતે આવીને જિલ્લા પૂરવઠા અઘિકારીને રૂબરૂ મળીને ગરીબોનું અનાજ છીનવી લેનાર સંચાલકનું લાયન્સ તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી.તેમજ રદ નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

X
ગરીબોના અનાજનો વેપલો કરતાં દુકાનધારકોના લાયસન્સ રદ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App