• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Anand
  • Anand - આણંદમાં પ્રથમવાર દુંદાળાદેવની મૂર્તિઓના વિસર્જન માટે કુંડ બનાવાશે

આણંદમાં પ્રથમવાર દુંદાળાદેવની મૂર્તિઓના વિસર્જન માટે કુંડ બનાવાશે

કુંડ માટે યોગ્ય જગ્યા નક્કી કરીને જણાવવાનો મૌખિક હુકમ પણ કરી દીધો આણંદ નગરપાલિકા અને GPCBના અધિકારીઓ વચ્ચે...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Anand - આણંદમાં પ્રથમવાર દુંદાળાદેવની મૂર્તિઓના વિસર્જન માટે કુંડ બનાવાશે
આણંદ શહેરમાં સૌ પ્રથમવાર ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમકુંડ બનાવાશે. દિવ્ય ભાસ્કરના પ્રસ્તાવને આણંદ જિલ્લા કલેક્ટર દિલીપભાઈ રાણાએ મંજૂરીની મહોર મારી છે. તેમના આદેશના પગલે આણંદ નગર પાલિકા અને જીપીસીબીના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આણંદ જિલ્લા કલેક્ટર દિલીપભાઈ રાણાએ જણાવ્યું હતું કે, આણંદ શહેરના તળાવો, નદી, નહેર વગેરેમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાતું હોય છે. પીઓપીની મૂર્તિઓ પાણીમાં જલદી ઓગળતી નથી. તેના લીધે પાણી પ્રદુષિત થાય છે. આથી, અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના મહાનગરોની જેમ આણંદમાં પણ કૃત્રિમકુંડ બનાવવામાં આવશે. જેમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. જે આણંદ સૌપ્રથમવાર કુંડ બનાવવાનો પ્રયોગ હાથ ધરાશે. આ કૃત્રિમકુંડ બનાવવા માટે અધિકારી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીને આદેશ આપી કુંડ માટે યોગ્ય જગ્યા જણાવવાનો મૌખિક હુક્મ પણ કર્યો હતો.

માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજી સાથેની સેલ્ફી મોકલો

દિવ્ય ભાસ્કર દ્વારા ચરોતરમાં માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરમાં, ઓફિસ, દુકાન કે સ્કુલ- કોલેજ તથા સાર્વજનિક મંડળો દ્વારા કરાઈ હોય તેની સેલ્ફી મોકલો. આ ફોટો ચરોતર ભાસ્કરની આવૃતિમાં પ્રસિદ્ધ કરાશે.વોટ્સઅપ કે ઇમેલ પર તસવીર મોકલી શકો છો. આણંદ જિલ્લા માટે વોટ્સઅપ - 9376123424 અને ઇમેલ- divyabhaskarand@gmail.com તથા ખેડા જિલ્લા માટે વોટ્સપ- 9825329196 અને ઇમેલ - divyabhaskarnad@gmail.com

કૃત્રિમકુંડ માટે વિશેષ બેઠક યોજાઈ

ચીફ ઓફિસર આર.પી. જોષીએ જણાવ્યું હતું કે, આજે આણંદ નગરપાલિકાના કર્મચારી અને જીપીસીબીની ટીમ વચ્ચે બેઠક યોજાઈ છે. જેમાં આણંદ શહેરમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કુંડ બનાવવા માટે જગ્યા અંગે વિચારણા કરવામાં આવી હતી.

X
Anand - આણંદમાં પ્રથમવાર દુંદાળાદેવની મૂર્તિઓના વિસર્જન માટે કુંડ બનાવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App