તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand મહીસાગરના પટમાં રેતીના ૧૦ બ્લોકોનો નિકાલ કરાશે

મહીસાગરના પટમાં રેતીના ૧૦ બ્લોકોનો નિકાલ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૨મીએ પ્રિ-બીડ મીટીંગનું આયોજન
આણંદ જિલ્લામાં પણ સાદી રેતી ખનીજના 10 બ્લોકો પૈકી શીલી ખાતેના 05 બ્લોક, સુંદરપુરા ખાતેના 04 બ્લોક અને અહીમા ખાતેના 01 બ્લોક તૈયાર કરી આ તમામ સાદી રેતી ખનીજના બ્લોકસના ઇ-ટેન્ડર ઇ-હરાજી પોર્ટલ પ્રોવાઇડરની વેબસાઇટ https:cgm-eauction.nprocure.com પર ૨૮મી માર્ચથી ચાલુ કરવામાં આવ્યું છે. ઓનલાઇન ટેન્ડરનું વેચાણ ૨૩મી ઓકટોમ્બર સુધી ચાલુ રહેશે.

ઇ-હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા કલાસ-૩ ડીઝીટલ સહીનું સર્ટિફીકેટ મેળવવાનું રહેશે અને ઇ-હરાજી પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ ઇ-હરાજીમાં ભાગ લેવા માટેની પાત્રતા, ઇ-હરાજીનું સંપૂર્ણ સમયપત્રક અને તેની સાથે સાથે મહીસાગર નદી પટના અહીમા, શીલી અને સુંદલપુરા ખાતે ઉપલબ્ધ સાદી રેતી ખનીજનો ભૂસ્તરીય અહેવાલ પણ સામેલ કરવામાં આવેલ છે. આણંદ જિલ્લામાં સાદી રેતી ખનીજની ઇ-હરાજીમાં ભાગ લેવા ઇચ્છા ધરાવનાર લોકો માટે ૧૨ ઓકટોમ્બરે પ્રિ-બીડ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...