Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » સૂર્યશક્તિ વિકાસ યોજનાની મોબાઈલ એપથી ખેડૂતો વીજળી પેદા કરી વેચી શકશે : ઊર્જામંત્રી

સૂર્યશક્તિ વિકાસ યોજનાની મોબાઈલ એપથી ખેડૂતો વીજળી પેદા કરી વેચી શકશે : ઊર્જામંત્રી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:01 AM

આણંદ અને ખેડાના ખેડૂતો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નોને વાચા અપાઈ

  • સૂર્યશક્તિ વિકાસ યોજનાની મોબાઈલ એપથી ખેડૂતો વીજળી પેદા કરી વેચી શકશે : ઊર્જામંત્રી
    ખેડૂતોની વીજળીની સમસ્યાને દૂર કરતી રાજ્ય સરકારની 870 કરોડની સૂર્યશક્તિ વિકાસ યોજના (સ્કાય) અંતર્ગત આણંદ શહેરમાં આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતમિત્રો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં હાજર રહેલા ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે સ્કાય યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારની આ એક એવી યોજના છે જેમાં ખેડૂતો જાતે જ પોતાના ખેતરમાં વીજળી પેદા કરીને વધેલી વીજળી રાજ્ય સરકારને વેચી શકશે. જેને કારણે તેઓ આર્થિક રીતે પગભર પણ થઈ શકશે. વધુમાં, આગામી ટૂંક સમયમાં આ યોજના અંતર્ગત મોબાઈલ એપ પણ લોન્ચ કરી, તેના થકી જ તમામ વ્યવહાર ખેડૂતો કરી શકશે તેવું આયોજન પણ હાથ ધરાશે.

    આણંદના એનડીડીબી સ્થિત ટી.કે. પટેલ ઓડિટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. જેમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સ્કાય યોજના અતંર્ગત ખેડૂતોએ ખેતરમાં સૌર પેનલ લગાવવાની રહેશે. ખેડૂતો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ આઠથી અઠ્ઠાર માસમાં જ પરત મળી જશે. મંત્રી સાથેના સંવાદમાં ખેડૂતોએ પોતાના ગામને સ્કાય યોજનામાં સમાવવા, મોબાઈલ એપમાં કેટલી વીજળીનો વપરાશ કર્યો અને કેટલો બાકી રહ્યો તેની માહિતી પણ દર્શાવાશે કે કેમ તે સંદર્ભેના સવાલ પૂછ્યા હતા.

    સરકાર 60 ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે

    યોજના અતંર્ગત ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઈ કરવાની રહેશે. પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. વધારે કિલોવોટની પેનલ લગાવવા મંજૂરી અપાશે. વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦ પ્રતિ યુનીટના દરથી ખરીદાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending