આણંદ RTOની સ્કુલવાહનો પર તવાઇ : 3 વાહનો ડીટેઇન

આણંદ RTOની સ્કુલવાહનો પર તવાઇ : 3 વાહનો ડીટેઇન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:01 AM IST
આણંદ શહેરની જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કુલવાન ચાલકો દ્વારા ખીંચો ખીંચો ભરીને અપડાઉન કરવામાં આવતું હોય છે. ત્યારે આણંદ આર.ટી.ઓની ટીમ દ્વારા સ્કુલવર્ધીમાં ફરતા વાહનોની ચેકીંગ હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલી સ્કુલવાન ડીટેઇન કરવામાં આવી હતી.જયારે 16 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતો

આણંદ એઆરટીઓ પ્રકાશ ચૌધરીએ જણાવેલ કે સ્કુલમાં અભ્યાસ કરતાં બાળકોને સ્કુલવાન ચાલકો દ્વારા ખીચો ખીચ ભરીને અપ-ડાઉન કરતાં હોય છે.જયારે વડોદરા સહિત અન્ય જગ્યાઓએ તંત્રના નિયમોની ઐસી તેસી કરી સ્કુલવાનમાં વિદ્યાર્થીઓને આડેધડ ભરીને નીકળતા હોવાથી અકસ્માત થવાની સંભાવના છે. તેને ધ્યાને લઇને આર.ટી.ઓના આર.આર.પંચાલ, જે.એલ.પંચાલ સહિતની ટીમે જુદી જુદી શાળાઓ પાસે વાહનચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વાહન ચેકીંગ દરમિયાન ત્રણ સ્કૂલવાન ચાલકોની પુછપરછ કરવામાં આવતાં આરટીઓ નિયમ વિરૂધ્ધ સહિત સીએનજી ગેસ કીટ સહિતની બાબતોમાં ખામી મળતા ડીટેઇન કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્કુલવાનનો ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરટીઓના નિયમનું પાલન થતુ ન હોવાનું બહાર આવતાં 16 જેટલા સ્કુલવર્ધીના ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા.જેના પગલે ગેરકાયદે ફરતા સ્કુલવર્ધીના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

X
આણંદ RTOની સ્કુલવાહનો પર તવાઇ : 3 વાહનો ડીટેઇન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી