તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand પુનિત બિસ્તે તોફાની બેટિંગ કરતાં સિક્કિમ 149 રનથી હાર્યું

પુનિત બિસ્તે તોફાની બેટિંગ કરતાં સિક્કિમ 149 રનથી હાર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાં લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે વિજય હજારે ટ્રોફીનાં 10માં રાઉન્ડની લીગ મેચમાં મેઘાલયે સિક્કિમને 149 રનથી પરાજય આપ્યો હતો

ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ મેઘાલયે પ્રથમ વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ બેટિંગમાં આવેલ પુનિત બિસ્તે T-20નાં મૂળમાં જણાતો હતો. તેણે ઇનિંગ્સ દરમિયાન 22 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આ સિવાય કેપ્ટન લામરેએ 55 અને યોગેશ નાગરે 30 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું.જેની મદદથી મેઘાલયનની ટીમે 315 રન નોધાવવામાં સફ‌ળ રહી હતી.સિક્કિમે કુલ 8 બોલરોનો પ્રયોગ કર્યો હતો. પણ તેઓ બાજી સંભાળી શક્યા ન હતો.

જવાબમાં , વિશાળ સ્કોરનો પીછો કરતાં સિક્કિમનો કપ્તાન લામિછાને પ્રથમ બોલે આઉટ થયો હતો. ગુરિન્દર સીંઘે ખૂબ જ શિસ્તપૂર્વક બોલિંગ કરતાં 20 રનમાં 4 વિકેટ લીધી હતી. તેની સામે બેટ્સમેન બંધાયેલા જણાતાં હતા. સિક્કિમ 50 ઓવર બેટિંગ કરવા છતાં માત્ર 166 રન જ નોધાવી શકી હતી.

મેઘાલયની ધમાકેદાર બેટિંગથી મેદાનમાં ભારે રસાકસી જોવા મળી હતી.

નડિયાદ ખાતે બિહારનો 8 વિકેટે વિજય
નડિયાદ ખાતે ધીમી પીચ પર મણિપુરે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં માત્ર 172 રન જ નોધાવ્યા હતાં. જેના જવાબમાં બાબુલ કુમારે વધુ એક વખત શતક બનાવતાં અણનમ 100 રન નોધાવ્યાં હતાં. અને બિહારને આસાન વિજય અપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...