‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’

Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:01 AM IST
પ્રભુનો પ્રભાવ આજે પણ પૃથ્વી પર જોવા મળી રહ્યો છે.પૃથ્વી પર પ્રદુષણ વધી ગયું છે.તેમ છતાં પૃથ્વી ઉપર જે સૃકૃતો થાય છે જે સજીવ સૃષ્ટિ આટલા પ્રદુષણ વચ્ચે જોવા મળે છે.તેમાં માત્ર ધર્મનો પ્રભાવ રહે છે. તેમ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે આણંદમાં આનંદ મંગલધામ મધ્યે આચાર્ય વિજય મુકિતમુનિચંન્દ્ર સૂરીશ્વરજીએ જણાવ્યું હતું.

જયારે કોઇ પણ અવતારી પુરૂષ આધરતી ઉપર અવતાર ધારણ કરે છે.તે વખતે સૃષ્ટિ વાતાવરણ કંઇક અલગ જ હોય છે. ભગવાન મહાવીરનો જન્મ થયો તે વખતે પૃથ્વીનું વાતાવરણ કેવા પ્રકારનું હતું. શ્રી કલ્પસૂત્ર ગ્રંથની અંદર તેનું સુંદર વર્ણન કરેલુ છે.પ્રભુ જયારે જન્મયા ત્યારે કોઇ પણ જીવ દુ:ખ અનુભવતો ન હતો.બધાં જ જીવોને જન્મ થાય ત્યારે જગતની સૃષ્ટિ આનંદનો અનુભવ કરતાં હતા.પ્રભુ જયારે જન્મ્યા ત્યારે પૃથ્વી હરિયાળીથી ભરપૂર હતી. ચારે બાજુ 125 યોજન સુધી કોઇપણ રોગચાળો વગેરે પણ કશું જ ન હોય આવો અદભુત પ્રભાવ પ્રભુનો હતો તે આજે પણ જોવા મળી રહ્યો છે.

કપડવંજમાં શાંતિનાથને અાંગી

કપડવંજના ઢાંકીવાડી વિસ્તારમાં આવેલ દેરાસરમાં શાંતિનાથ ભગવાનની ભવ્ય આંગીરચના કરવામાં આવી હત. સાધ્વી પૂ. શિલપ્રજ્ઞા શ્રીજીની અંતિમ ઇચ્છા મુજબ તેઓના ઉપાશ્રયથી તેમના સંસારી ભાઇઓ સંજયભાઇ અને ભદ્રેશભાઇ તરફથી કલ્પસૂત્ર પધરાવવામાં આવ્યું હતું. જે વ્યાખ્યાન માટે સાધુ ભગવંતોને અર્પણ કરાયું હતું.

X
Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી