આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણાએ પોતાની પાંચ વર્ષની દિકરી નમ્યા રાણાને લાડ કરીને MR રસીના ઇન્જેકશન્સ અપાવી લોકોમા઼ જાગૃતતા ફેલાય અને એમઆર રસીકરણ એકદમ સલામત અને આરોગ્ય માટે અનિવાર્ય હોવાની પ્રતિતી કરાવવી હતી.
જિલ્લા કલેકટર દિલીપ રાણાએ લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરવાયા વગર સંતાનોને એમઆર રસી મૂકાવવા ભારપૂર્વક અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ભારત સરકારનું લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં મીઝલ્સ-રુબેલાના રોગોને નાબૂદ કરીને સ્વસ્થ અને નિરામય ભાવિ પેઢીના ઘડતરની ખાત્રી મેળવવાનું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ર.૦૮ લાખ બાળકોને ઓરી-રૂબેલાની રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે અર્બન હેલ્થ સેન્ટર, ગણેશ ચોકડી, આણંદ ખાતે રસીકરણ કરાવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો