સાંજે આણંદ, વિદ્યાનગર કરમસદમાં વરસાદી ઝાપટું

વીજળી ડૂલ થઇ જતાં લોકો ત્રાહિમામ શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
સાંજે આણંદ, વિદ્યાનગર કરમસદમાં વરસાદી ઝાપટું
આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળોના આવન-જાવન વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં એકા એક પલટો આવતાં હળવાં વરસાદી ઝાંપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાં પડતાંની સાથે આણંદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી એક કલાક સુધી વીજળી ડુલ થઇ ગઇ હતી.

લાંબા સમય બાદ વરસાદી ઝાંપટાંની સાથે માર્ગો પાણીથી ભીંજાયા હતાં.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદી ઝાપટાં પડતાંની સાથે શહેરના ટાઉનહોલ ગ્રીડ ચોકડી, વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી, જીટોડીયા રોડ સહિત અન્ય વિસ્તારોમાં વીજળી એક કલાક સુધી વીજળી ગુલ થઇ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયાં હતાં.આમ હવામાનમાં આવેલા અચાનક ફેરફારના કારણે શહેરનું લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

X
સાંજે આણંદ, વિદ્યાનગર કરમસદમાં વરસાદી ઝાપટું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App