આખડોલમાં દિવાલ ધસી પડતાં શ્રમજીવીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ તાલુકાના આખડોલ ગામે મકાનની દિવાલની કામગીરી કરી રહેલ શ્રમજીવી દિવાલ પડતાં ગંભીર રીતે ઘવાયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાડગોલ ગામે ભોઇવાસમાં રહેતા મુનીરમીયાં સિકંદરમીયાં બેલીમ (ઉ.વ.45) નડિયાદ તાલુકાના આખડોલ ગામે ખ્રિસ્તી મહોલ્લામાં મકાનની દિવાલની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે એકાએક મકાનની દિવાલ ધસી પડતાં મુનીરમીયાં કાટમાળ નીચે દટાયા હતા. તુરંત જ અન્ય લોકોએ તેમને બહાર કાઢી સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...