તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • શિવરાત્રી, સોમવાર ને શિવનામનો આજે ત્રિવેણી સંગમ

શિવરાત્રી, સોમવાર ને શિવનામનો આજે ત્રિવેણી સંગમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધનાથ મહાદેવ, ખંભાત

જાગનાથ મહાદેવ, આણંદ

વૈજનાથ મહાદેવ-સોજિત્રા

ઉમરેઠ

ગળતેશ્વર

લોટેશ્વર મહાદેવ,આણંદ

ઓમકારેશ્વર,આણંદ

બાલાસિનોર

પેટલાદ

ખેડા

નડિયાદ

ઠાસરા પંથકના ગળતેશ્વર ખાતે 500 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર આવેલ છે. મંિદર નીચેથી ગળતી નદી પસાર થાય છે. તેના જળમાં શિવજી અવારનવાર અભિષેક કરે છે. તેનો પ્રાચિન મહિમા અનેરો છે.

આણંદ શહેરનાં બોરસદ રેલવે ફાટક નજીક પ્રાચિન લોટેશ્વર મહાદેવનંુ મંદિર આવેલુ છે.શિવરાત્રિ મંિદરે મંિદરથી શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને ઘેર ઘેર લોકો શિવજીનું પૂજન કરીને ધન્યતા અનુભવે છે.

બાલાિસનોર ખાતે સ્વયંભૂ શિવજી પ્રગટ્યા હતા. તે સ્થળે આવેલ શિવ મંદિરનો અનેરો મહિમા છે. શિવરાત્રિનાં પાવન દિવસે શિવપૂજા સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આણંદ શહેરમાં સૌથી પ્રાચીન જાગનાથ મહાદેવનાં મંદિર અનેરું મહાત્મ્ય છે. શિવરાત્રીએ લઘુરુદ્ર યજ્ઞ સહિત ચાર પ્રહરની પૂજાનો કાર્યક્રમ યોજાશે.

ખેડા-માતર રોડ ઉપર ખેડા નજીક શંકરાચાર્ય નગરમાં શિવજીનું અદભુત ધામ અાવેલુ છે. મંિદરમાં શિવજીના શિવલીંગના વિવિધ સ્વરૂપોનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ ઊમટે છે.

ખંભાત શહેરનાં અતિ પ્રાચિન સિદ્ધનાથ મહાદેવનું શાસ્ત્રોમાં અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દર વર્ષે શિવરાત્રીનાં મહાન પર્વે વહેલી સવારથી માનવમહેરામણ ઊમટી પડે છે.

નડિયાદ માઇ મંદિર ખાતે 72 ફૂટ ઉંચી શિવજીની પ્રતિમા આવેલી છે. મહાશિવરાત્રિએ કેશવભવાની મહારાજની િનશ્રામાં શિવપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ મોટી સંખ્યામાં નગરજનો લેશે.

પેટલાદ કાશી વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવપૂજન, મહાઆરતી, અખંડધૂન સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું અાયોજન કરવામાં આવ્યું છે.

ઉમરેઠમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયું હતું. શિવરાત્રી પર્વ નિમિતે ભગવાન ચંદ્રમૂળેશ્વર દાદાના મુખારવિંદ સ્વરૂપે નગરયાત્રા ઉપર નીકળે છે.

સોિજત્રા ગામે પોલીસ સ્ટેશન પાસે પાંચ દાયકા જૂનું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલ છે. જ્યાં મહાશિવરાત્રીના પાવન પર્વે િશવપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...