• Gujarati News
  • વલાસણમાં કેરોસીન બાબતે દુકાનદારે ગ્રાહકને મારમાર્યો 2 સામે ગુનો નોંધાયો

વલાસણમાં કેરોસીન બાબતે દુકાનદારે ગ્રાહકને મારમાર્યો 2 સામે ગુનો નોંધાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. વલાસણમાં કેરોસીન લેવા ગયેલાં ગ્રાહકને દુકાનદારે મારમાર્યાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વલાસણ ગામે રહેતાં અશોકભાઈ વાઘજીભાઈ તળપદા વિજયભાઈને ત્યાં કેરોસીન લેવા ગયાં હતાં. જોકે, દુકાન બંધ હોવાથી તેઓ તેમના ઘરે જઇ કેરોસીન માંગ્યું હતું. જોકે, વિજયભાઈએ કેરોસીન આપવાની ના પાડતાં અશોકભાઈએ લેખીતમાં આપવાનું કહેતાં ઝઘડો થયો હતો. ઝઘડામાં વિજયભાઈ અને રતીલાલે ભેગા મળી અશોકભાઈને મારમાર્યો હતો. અંગે વિદ્યાનગર પોલીસે અશોકભાઈની ફરિયાદ આધારે વિજયભાઈ અને રતીલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.