હાડગુડ રોડ પર અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત
આણંદનજીકના હાડગુડ ગામે રહેતો યુવક મિત્ર સાથે ઘર તરફ જતો હતો તે દરમિયાન જાગનાથ મહાદેવ પાસે અકસ્માત નડતાં તેનું મોત નિપજ્યું હતું. અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મોગર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, હાડગુડ ગામે રહેતાં મનોજભાઈ લક્ષ્મણભાઈ તડવી (ઉ.વ.17) 5મી જુલાઈની રાત્રે બાઇક પર ઘર તરફ આવી રહ્યો હતો. સમયે તેની સાથે અજયકુમાર વાઘેલા પણ હતો. દરમિયાનમાં જાગનાથ મહાદેવ પાસે બાઇકને અકસ્માત નડતાં મનોજ ડિવાઇડર સાથે અથડાયો હતો. જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. અંગે અજયકુમાર વાઘેલાની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.
વાસદ પોલીસ તાબેના નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારે બાઇકને ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, નેશનલ હાઈવે પર માગર પાસે 4થી જુલાઇના રોજ સાંજે પુરપાટ ઝડપે જતી કાર નં.જીજે 6 એફક્યુ 4943ના ચાલકે સંદીપભાઈ ભીખાભાઈ ભોઈ (રહે.હાડગુડ)ની બાઇકને ટક્કર મારી હતી. જેને કારણે બાઇક સવાર નવલેશ ઉપેન્દ્ર કુશવાહાને ગંભીર ઈજા પહોંચતાં સ્થળ પર મોત નિપજ્યું હતું. અંગે વાસદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.