• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મોગર પાસે ટેન્કરની ટક્કરે મારુિતના ચાલકનું મોત

મોગર પાસે ટેન્કરની ટક્કરે મારુિતના ચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકાના મોગર હાઇવે ઉપર સોમવારે મોડી સાંજે ટેન્કરની ટક્કર વાગતાં મારુિતના ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

વાસદ પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે વાલાભાઇની ખડકીમાં રહેતાં 40 વર્ષના હેતલકુમા હર્ષદભાઇ પટેલ સોમવો સાંજના સમયે પોતાની મારુિતમાં પોતાની પત્ની અને બાળકોને લઇને વડોદરા ગયાં હતાં. જ્યાં વડોદરામાં પોતાના સંબંધીને ત્યાં પત્ની અને બાળકોને મુકી તેઓ મોડી સાંજે મારુિત કાર લઇને પરત ચકલાસી જવા નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર મોગર ગામની સીમમાં શંકરા આઇ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં તે વખતે સામેથી આવતાં એક ટેન્કર નંબર એન.એલ.1.એલ.2559ના ચાલકે તેઓની મારુિતને ટક્કર મારી દીધી હતી.

જોકે, ટેન્કરની ટક્કર બાદ પાછળથી આવતી એક ટ્રક પણ મારુિતની પાછળ ભટકાતાં મારુિતનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં મારુિતના ચાલક ચકલાસીના 40 વર્ષના હેતલકુમાર હર્ષદભાઇ પટેલને શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

અંગે ચકલાસીના રાકેશભાઇ હર્ષદભાઇ પટેલની ફરિયાદ આધારે વાસદ પોલીસે ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...