• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ચરોતરમાં બીજા િદવસે પણ તાપમાનનો પારો 40 િડગ્રીની નીચે નોંધાતા રાહત

ચરોતરમાં બીજા િદવસે પણ તાપમાનનો પારો 40 િડગ્રીની નીચે નોંધાતા રાહત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચરોતરમાંગરમીનો પારો સોમવારે એકાએક 3.8 િડગ્રી ઘટી બાદ મંગળવારે પણ તાપમાનનો પારો 39.2 ડિગ્રી રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટી જતાં પ્રજાજનોએ ગરમી અને બફારાંથી થોડી રાહત અનુભવી હતી. આગામી િદવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાની સાથે સાથે આકાશમાં છુટાછવાયાં વાદળો આવશે, જેથી તાપમાનનો પારો 40 િડગ્રીની આસપાસ રહેવાનો હવામાન િવભાગે વર્તારો કર્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, છેલ્લાં એક અઠવાડિયાથી ગરમીનો પારો 42 િડગ્રીની ઉપર છે. એમાંય પવનની ઝડપ ઓછી તેમજ વાદળ સ્વચ્છ હોવાથી ગરમીનો અનુભવ વધુ થતો હતો.

આણંદ અને નડિયાદ શહેરમાં બપોરના સમયે લૂ લાગતો પવન વાતો હોવાથી છેલ્લાં પંદર દિવસમાં કેટલાય લોકો બીમાર પડી ગયાં હતાં. સતત એક અઠવાડિયું પારો 40 િડગ્રીની ઉપર રહેતો હતો. રવિવારે ગરમીનું પ્રમાણ વધી ગયું હતું અને પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જોકે, સોમવારે એકાએક પારો 3.8 ડિગ્રી ઘટી ગયો હતો. મંગળવારે આખા િદવસ દરમિયાન આકાશમાં છુટાછવાયાં વાદળોને કારણે પ્રજાજનોને ગરમીથી રાહત થઇ હતી. ભેજની ટકાવારીમાં પણ ઘટાડો નોંધાયો હતો. 85 ટકાથી ઘટીને ભેજ 79 ટકા થયો હતો.

આણંદ જિલ્લા હવામાન િવભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી િવગતો અનુસાર, મંગળવારે મહત્તમ તાપમાન 39.2 િડગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 27.9 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. પવનની ઝડપ 9 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્વિમ નોંધાઇ હતી. મે મહિનાના પ્રારંભથી જાણે આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. પવનની ઝડપ વધતાં તેમાં થોડી રાહતની લાગણી થઈ હતી.

આગામી િદવસોમાં છુટાછવાયાં વાદળો આવશે

ભારતમોસમવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં વાતાવરણ ભેજવાળું અને ગરમ રહેશે. જેને કારણે આકાશમાં છુટાછવાયાં વાદળો બનવાની શક્યતા છે. વાદળો હટશે ત્યારે પ્રજાજનોને ગરમીમાં શેકાવવું પડશે. આકાશમાં વાદળો ઘેરાવાની સાથે સાથે ભેજમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...