• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદમાં ગરીબના કોળિયાની કોઈને પડી નથી : સરકારનાવાાજબીભાવના અનાજ માટે

આણંદમાં ગરીબના કોળિયાની કોઈને પડી નથી : સરકારનાવાાજબીભાવના અનાજ માટે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાં ગરીબના કોળિયાની કોઈને પડી નથી : સરકારનાવાાજબીભાવના અનાજ માટે પ્રજાજનો કલાકો સુધી લાઇનમાં ઊભાં રહે છે. કેટલાયને અનાજ મળતંુ હોવાની બૂમ રોજેરોજ ઊઠે છે. ગરીબો અનાજ માટે રીતસર ટળવળતાં જોવા મળી રહ્યાં છે ત્યારે સરકાર તરફથી ફાળવાતો અનાજનો જથ્થો તંત્રના અણઘડ વહિવટના કારણે વેડફાઇ રહ્યો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ) સંચાલિત આણંદના બોરસદ ચોકડી પાસે આવેલાં અનાજના ગોડાઉનમાં ગરીબો માટેનું અનાજ પશુઓ કોઈના રોકટોક વગર આરોગી રહ્યાં છે. આટલું ઓછું હોય તેમ અડધો અડધ જથ્થો ગુણોમાંથી નીચે વેરાઇ રહ્યો છે અને મજૂરોના પગ નીચે કચડાય છે. તંત્રની લાપરવાહીના કારણે અન્નપૂર્ણાની દશા થઇ રહી છે. તાત્કાલિક ધોરણે બાબતે સંબંધિત ઓથોરિટીએ કાર્યવાહી કરવી જોઈએ, એવું શહેરના પ્રબુદ્ધજનોએ તસવીરો જોઈને માગણી કરી હતી. સ્થઆનિક વહીવટી તંત્રને બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એવો જવાબ મળ્યો હતો કે, ગોડાઉન કેન્દ્ર સરકાર હસ્તક છે. જોકે, આણંદના કલેક્ટર ડો.ધવલ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે ‘હું તાત્કાલિક લાપરવાહી વિશે સંબંધિત લોકોને સૂચના આપું છું.’ તસવીરો: પંકજ પટેલ

અન્ય સમાચારો પણ છે...