• Gujarati News
  • અાણંદમાં અગત્યના સ્થળો ઉપર સીસી ટીવી કેમેરા રાખવા આદેશ

અાણંદમાં અગત્યના સ્થળો ઉપર સીસી ટીવી કેમેરા રાખવા આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંબનતા ગુના અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધવા મહત્વની કડી બને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા જગ્યાઓ ઉપર સીસી ટીવી કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડિંગ સિસ્ટમ સાથે મુકવા માટેનો આદેશ જિલ્લા કલેકટરે કર્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટિફાય કરીને ગુનેગાર વિરુદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આણંદ જિલ્લાના મેજિસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેંકો, જ્વેલર્સની દુકાનો, આંગડિયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ તમામ ટોલ પ્લાઝા ઉપર સીસી ટીવી કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડિંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવાના રહેશે. તેમજ કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટિફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડિંગ કરી શકે તેવી કવોલિટી રાખવા અને માસ સુધી રેકોર્ડિંગ રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. હુકમ તા.11મી જુલાઇ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.