• Gujarati News
  • પોલીસ મથકમાં આધેડના મોતથી હોબાળો

પોલીસ મથકમાં આધેડના મોતથી હોબાળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવપોલીસ મથકમાં યુવતી ગુમ થવાના કેસમાં પુછપરછ માટે લવાયેલા કોસિન્દ્રાના અાધેડનું મોત થતાં ચકચાર મચી હતી. જોકે, મૃતકના સંબંધીઓએ પ્રથમ પોલીસ ઉપર અને ત્યારબાદ રાજકારણીઓ ઉપર આક્ષેપ બાજી કરી અંતે સમાધાન કરી લાશના અંિતમ સંસ્કાર કરતાં મામલો થાળે પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યાં મુજબ આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામની એક યુવતી તાજેતરમાં ગૂમ થઇ હતી. યુવતી ગૂમ થતાં તેના ભાઇએ આંકલાવ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે યુવતીના ભાઇએ પોલીસ સમક્ષ પોતાની બહેનને ગામનો એક યુવક ભગાડી ગયો હોવાની અને તેની સાથે ગામના ભૂપેન્દ્રભાઇ જીવાભાઇ પટેલ અને અન્ય સંબંધીઓ સામેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જે આધારે આંકલાવ પોલીસે સોમવારે સાંજના સમયે કોસિન્દ્રા ગામના ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય આઠેક જણને પુછપરછ માટે પોલીસ મથકે બોલાવ્યાં હતાં.

મોડી સાંજે ભૂપેન્દ્રભાઇની પુછપરછ દરમિયાન અચાનક ભૂપેન્દ્રભાઇને ચક્કર આવતાં તેઅો નીચે પડી ગયાં હતાં. પોલીસે તેઓને 108 દ્વારા આંકલાવ સીએચસીમાં સારવાર માટે લઇ ગયાં હતાં, જ્યાં ફરજ પરના ડોક્ટરે 60 વર્ષના ભૂપેન્દ્રભાઇને મૃત જાહેર કર્યાં હતાં. બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, આખી રાત લાશને મૂકી રાખવામાં આવી હતી. મંગળવારે સવારે મૃતક ભૂપેન્દ્રભાઇના સંબંધીઓએ પોલીસ મથકે આવી હોબાળો મચાવી લાશ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે ભૂપેન્દ્રભાઇ ઉપર ટોર્ચર કર્યું હોવાનો આક્ષેપ કરી મૃતકના સંબંધીઓ પોલીસ મથકે ભેગા થઇ જતાં પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.

બાબતની જાણ થતાં પેટલાદ ડીવાયએસપી આંકલાવ પોલીસ મથકે દોડી આવ્યાં હતાં. જોકે, બપોર પછી મૃતકના સંબંધીઓએ આંકલાવના કેટલાક રાજકારણીઓ ઉપર આક્ષેપબાજી કરી હતી. બાદમાં પોલીસને એક અરજી આપી સમાધાન કરી લીધું હતું. બપોરના સમયે આંકલાવ સીએચસીમાં પીએમ કરી લાશ મૃતકના સંબંધીઓને સોંપવામાં આવી હતી. સંબંધીઓએ લાશનો સ્વીકાર કરી અંતિમ િવધિ કરતાં મામલો થાળે પડ્યો હતો.

હૃદયરોગના હુમલાથી મોત

આંકલાવપોલીસમથકના પીએસઆઇ એન.એમ.પટેલે જણાવ્યું હતું કે ‘યુવતી ગૂમ થવા બાબતે અમે ભૂપેન્દભાઇ પટેલ અને તેમના સંબંધીઓને પુછપરછ માટે બોલાવ્યાં હતાં. અમે તો અમારી ફરજ બજાવી હતી. જોકે, ભૂપેન્દ્રભાઇનું મોત હૃદય રોગના હુમલાથી થયું છે. તેમાં પોલીસની કોઇ જવાબદારી નથી.’

ડીવાયએસપીને અરજી અપાઇ

મૃતકભૂપેન્દ્રભાઇનાપૂત્ર િપંકલકુમાર પટેલે હોબાળા બાદ ડીવાયએસપીને એક અરજી આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગામની એક યુવતી ગૂમ થવાની બાબતમાં સોમવારે સાંજે આંકલાવ પોલીસે તેઓને તેમજ તેમના િપતા ભૂપેન્દ્રભાઇ સહિતના સંબંધીઓને જવાબ લેવા બોલાવ્યાં હતાં. જ્યાં પોલીસ ઉપરાંત બહારથી આવેલા રાજકારણીઓએ યુવતીને તમેજ ગૂમ કરી છે તેમ કહી અમારા ઉપર ટોર્ચર કર્યું હતું. અમોને માનસીક ત્રાસ આપવામાં અાવ્યો હતો. જેના કારણે મારા િપતાનું મોત નીપજ્યું હોઇ તમામ સામે અમારી કાયદેસરની ફરિયાદ હોઇ કાર્યવાહી કરશો.

આધેડનું મોત થતાં સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો.