ચૂંટણીના દિવસે ડેપોમાંથી 127 એસટી બસો ફાળવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદજિલ્લા સાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદાનના દિને ચૂંટણીલક્ષી કામગીરી અર્થે આણંદ જિલ્લાના જુદા જુદા એસટી બસ મથકેથી 127 બસોની તંત્ર દ્વારા ફાળવણી કરાશે. ત્યારે મતદાનના દિને મુસાફરોને અપ-ડાઉનની મુશ્કેલીઓ પડે નહીં તે માટે લાંબા રૂટો પર દોડતી અન્ય રૂટો ઉપર દોડતી એસટી બસોની મદદ લેવામાં આવનાર છે. જેના પગલે મુસાફરોને અપડાઉનમાં હાલાકીઓનો ભોગ બનવું પડશે નહીં.

આણંદ એસટી ડેપો મેનેજર એસ. એ. પાંડેએ જણાવ્યું કે આણંદ જિલ્લા સાત વિધાનસભાની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચૂંટણીના દિવસે મતદાનલક્ષી કામગીરી અર્થે ચૂંટણી વિભાગ દ્વારા એસટી બસોની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આણંદ જિલ્લામાં આવેલ એસટી ડેપોમાંથી આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદમાંથી કુલ 127 જેટલી એસટીબસોની ફાળવણી કરવામાં આવનાર છે. જો કે બીજી તરફ મતદાનના દિવસે જાહેર રજા હોઇ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મુસાફરીમાં અસર નહી પડે.

છતાં પણ અન્ય મુસાફરોની અવર-જવર અર્થે અન્ય લાંબા રૂટો ઉપર દોડતી એસટી બસો સહિતની બીજી એસટી બસોની મદદ લેવાશે. જેના થકી જરૂરિયાતવાળા રૂટો ઉપર એસ.ટી. બસો દોડાવામાં આવશે. જેના લીધે મુસાફરોને અપડાઉનમાં સરળતા રહેશે અને એસટી બસ સેવા અર્થે આમ તેમ ભટકાવવાનો વારો આવશે નહીં.

આમ ચૂંટણીના દિવસો આણંદ જિલ્લામાંથી 127 એસટી બસો ચૂંટણી વિભાગને ફાળવવામાં આવી હોવાથી એસટી બસોના ડ્રાયવરોને મત પેટીઓ સ્ટ્રોંગ રૂમ સુધી લઇ જવાનીફરજ રહેતી હોય છે.

મુસાફરોને અપ-ડાઉનની મુશ્કેલીઓ પડે તે માટે લાંબા રૂટ પર દોડતી અન્ય બસોની મદદ લેવાશે

અન્ય સમાચારો પણ છે...