પોલીસ જવાનોએ બૂટલેગરની કારનો 4KM પીછો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંકલાવતાલુકાના ચમારા-કિંખલોડ રોડ પર કારમાં વિદેશી દારૂ જથ્થો લઈને પસાર થતા મોટી સંખ્યાડ ગામના બે શખ્સોનો આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજવીરસિંહ ચૌહાણ પોતાના સાથી કર્મી સાથે બાતમીના આધારે પીછો કર્યો હતો. જોકે, પૂરપાટ ઝડપે જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકને અંદેશો આવી જતાં તેણે કારને પૂરપાટ ઝડપે હકારી હતી. ચાર કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ આખરે નવાખલ સીમ પાસે પોલીસના જવાને કારને ઓવરટેક કરતા બૂટલેગરે પોલીસથી બચવા માટે તેમની કાર પોલીસની કાર પર ચઢાવી દીધા બાદ બંને જણા નાસી ગયા હતા.

બનાવમાં રાજવીરસિંહ ચૌહાણને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 11 કલાકની આસપાસ બાતમીના આધારે ખાનગી કાર મારફતે 4 કિલોમીટર સુધી અમે પીછો કર્યો હતો. જોકે, કારના ચાલકને જાણ થતાં તેણે પૂરપાટ હકારી હતી.

જોકે, સમય દરમિયાન, ઘણી વખત કાર આગળ-પાછળ થઈ જતી હતી. જેને પગલે નવાખલ સીમ પાસે અમે કારને ઓવરટેક કરતા તેમણે કાર અમારા પર ચઢાવી હતી. જેની ટકકરે તેમની કાર ખાડામાં ઉતરી ગઈ હતી. સમય દરમિયાન બંને આરોપી નગીન અને રંગીત સોલંકી કારને ત્યાંથી બિનવારસી મૂકી નાસી છૂટ્યા હતા.

બીજી બાજુ ઇજાગ્રસ્ત પોલીસ જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક હોવાથી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીમાં વધારો નોંધોય છે.

બૂટલેગરે પોલીસની પ્રાઇવેટ કારને ટક્કર મારતા તેના કચ્ચરધાણ નીકળી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત જવાન સારવાર હેઠળ છે.

વિદેશી દારૂ નેતા દ્વારા મંગાવાયો હોવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ

બુટલેગરોએ પોતાની કાર પોલીસની કાર પર ચઢાવતા એક જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

કિંખલોડ ચોકડીથી ચમારા સુધી પોલીસ અને બૂટલેગરની કાર આગળ-પાછળ રહી હતી

અન્ય સમાચારો પણ છે...