નડિયાદમાં જુગાર રમતા 8 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદનામરીડા રોડ પર આવેલ તસ્લીમ પાર્ક સોસાયટીના એક મકાનમાં જુગારધામ ધમધમતું હતું. જ્યાં દરોડો પાડતા 8 જુગારીયાઓને ઝડપી તેમની પાસેથી કુલ રૂા. 48,060નો મુદા્માલ કબ્જે લીધો હતો.

શહેરના મરીડા રોડ પર આવેલ તસ્લીમ પાર્ક સોસાયટીમાં ગુલામ મહેબૂબભાઇ કસાઇનું મકાન આવેલું છે. મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેડ કરી હતી. જેમાં ગુલામ કસાઇ સહિત કૌશિક દિલીપભાઇ રાણા, ફારૂક ઉર્ફે ભલાભાઇ દાઉદભાઇ વ્હોરા (ઉત્તરસંડા), મોઇન મુનિરભાઇ કુરેશી (પાંચ હાટડી મિનારા મસ્જિદ સામે, નડિયાદ), અબ્દુલ રજાક ઉર્ફે રઝાક કાળિયો ઇસ્માઇલભાઇ વ્હોરા (સરવૈયા મસ્જિદ, બગદાદ નગર સોસાયટી, આણંદ), ફિરોઝ ઉર્ફે ભઠીયારો નિશારભાઇ શેખ (ઇદાયત નગર, મરીડા ભાગોળ, આયશા મસ્જિદ પાસે, નડિયાદ), ઇબ્રાહિમ ઉર્ફે ઉંદરડી ઉસ્માનભાઇ વ્હોરા (છાંટીયાવાડ, લીમડી, પૌંઆ ફેકટરીના ખાંચામાં, નડિયાદ) તથા રજ્જાક ઉર્ફે ગીગન આદમભાઇ અલાદ (મરીડા દરવાજા પાસે, અમીરપાર્ક સોસાયટી, નડિયાદ) પત્તા-પાનાનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જેઓની પાસેથી દાવ પરના રોકડા રૂા. 2,400 તથા અંગજડતીના રૂા. 12,660, 6 મોબાઇલ કિંમત રૂા. 8,000 તથા બાઇક નં. જીજે 07 બીઇ 4253, કિંમત રૂા. 25,000 મળી કુલ રૂા.48,060નો મુદા્માલ કબ્જે કરી નડિયા ટાઉન પોલીસ ફરિયાદ નોંધી હતી.

પોલીસે જુગારધારા હેઠળ તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી.

6 મોબાઇલ તથા ટુ વ્હીલર સહિત 48,060નો મુદ્દામાલ કબ્જે

અન્ય સમાચારો પણ છે...