• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ | આંકલાવતાલુકાના ઉમેટા ગામ સ્થિત પાતાળકુવા પાસે અપશબ્દ બોલવા

આણંદ | આંકલાવતાલુકાના ઉમેટા ગામ સ્થિત પાતાળકુવા પાસે અપશબ્દ બોલવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ | આંકલાવતાલુકાના ઉમેટા ગામ સ્થિત પાતાળકુવા પાસે અપશબ્દ બોલવા બાબતે એક કુંટંુબના બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. ઉમેટા સરકારી પાતાળકુવા પાસે રહેતા તેજલબેન દિલીપભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમજ મનુભાઈ ઉદાભાઈ પરમાર બંને એક કુંટુંબના થાય છે.તેઓ નજીકમાં રહે છે. તેમના ઘરની નજીકમાંથી ગામમાં રહેતા અનવરભાઈ પસાર થતાં મનુભાઈ પરમારે તેમને અપશબ્દ બોલ્યા હતા અને ઘર પાસેથી પસાર થવા માટે જણાવ્યું હતું. જેને લઈને અનવરભાઈ તેમજ તેજલબેન અને દિલીપભાઈએ તેમને ઠપકો આપ્યો હતો. બાબતને લઈને મનુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે મારક હથિયાર સાથે અનવરભાઈ તેમજ િદલીપભાઈ પર હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવમાં અપશબ્દ બોલવા બાબતે મારામારી

અન્ય સમાચારો પણ છે...