તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ખંભાતના સીલીકોસીસ પીડિત પરિવાર હજુ વળતરથી વંચિત

ખંભાતના સીલીકોસીસ પીડિત પરિવાર હજુ વળતરથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રિમકોર્ટે સીલીકોસીસથી મૃત્યુ પામ્યા હોય તેવા તમામ રાજ્યમાં રહેતા લોકોને રૂા. ત્રણ લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા વળતર પેટે માત્ર રૂા. એક લાખની ચૂકવણી કરાઇ રહી છે. ખંભાતમાં આવા 100થી વધુ સીલીકોસીસ પીડિત પરિવાર છે કે જેઓ સરકાર દ્વારા અપાતા વળતરથી વંચિત છે.

અંગે વાત કરતા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક જગદીશભાઈ પટેલે જણાવ્યું કે, ખંભાતમાં જે કામદારો સીલીકોસીસથી મૃત્યુ પામે છે તેમને ગુજરાત સરકાર હાલ પોતાની યોજના મુજબ રૂા. એક લાખ ચૂકવે છે. પણ સુપ્રિમના આદેશ મુજબ ત્રણ લાખ ચૂકવવા પડે. ચૂકાદા બાદ સંસ્થા દ્વારા ગત 20 મેના રોજ રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખી ચૂકાદાનો અમલ કરવા માટે અપીલ કરાઇ હતી. જેનો જવાબ આપવામાં આવ્યો નથી. વધુમાં પીડિતોને પણ કોઈ પણ પ્રકારની વધારાની સહાય ચૂકવાઇ નથી.

સુપ્રિમ કોર્ટના હુકમનો પણ અનાદર

અન્ય સમાચારો પણ છે...