• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પેટલાદમાં જગન્નાથની 91મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

પેટલાદમાં જગન્નાથની 91મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | કપડવંજશહેરના કોલેજ ગ્રાઉન્ડમાં યોગ દિનની ઉજવણીમાં પૂર્વમંત્રી િબમલભાઈ શાહ, પ્રાંત અધિકારી વાય.એસ.ચૌધરી, પાિલકા ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એ.કે.ઝાલા, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શાંતિલાલ પ્રજાપતિ, કોલેજના આચાર્ય ડો. ગોપાલ શર્મા સહિત નગરજનો જોડાયા હતા. સાથે એલએમ શારદામંદિરમાં પણ સામુહિક યોગ યોજાયો હતો.

વરસાદે વિરામ ફરમાવતાની સાથે ચરોતરમાં ખેડૂતોએ ખેતી કાર્યનો આરંભ કર્યો હતો. દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોએ તમાકુ, કેળ સહિત રોકડિયા પાકોનું વાવેતરમાં જોતરાઈ ગયા છે. ખેતરમાં બળદની મદદથી ખેડૂત દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આણંદમાં એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે બે િદવસથી વરસાદનું ઝાપટું પડ્યું હતું. ત્યારે રવિવારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી જતાં િદવસ દરમિયાન ઉઘાડ નીકળ્યો હતો.

ચરોતરમાં ખેડૂતોએ ખેતીકાર્યનો આરંભ કર્યો : આણંદમાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો

કઠલાલ નગરમાં રથયાત્રાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે 12.15 કલાકે રામજી મંદિ, સરદાર પોળથી રથયાત્રાનું પી.એસ.આઈ એ.કે.રાઠોડ, મામલતદાર ગોહેલ, પ્રમુખ પ્રશાંત પટેલ, અશોક પટેલ, હર્ષદ પટેલ તેમજ ગામના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.

રથયાત્રા નગરના માર્ગો પર ફરીને મોસાળ એવા ભાવસારવાડમાં યાત્રા પહોંચી હતી. જ્યાં તેઓને ભેટ સોગાદ અપાઇ હતી. થોડા િવરામ બાદ પુન: યાત્રા બપોરના 2.30 કલાકે કસાઈવાડાના નાકે આવી હતી. જ્યાં મુસ્લિમ િબરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. ચારેક વાગ્યાના સુમારે કઠલાલના મેઈન બજાર થઈ સાંજે 5.30 કલાકે ઉમિયામાતાના ચોકમાં રથયાત્રા પહોંચી હતી. જ્યાં રાસ-ગરબા બાદ સાંજે 6.30 કલાકે રથયાત્રા નિજમંદિરમાં પરત ફરી હતી.

જ્યારે મહેમદાવાદ ખાતે સવારે 11 વાગ્યાના અરસામાં રણછોડજી મંદિરે ઠાકોરજીની શાહી સવારી રથયાત્રા રૂપે નીકળી હતી. જેમાં 17 ટ્રેક્ટર, બે ટેમ્પા અને એક આયશર, બે ઘોડા તથા ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રા મંદિરેથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બપોરે સપ્તશ્રી પોળ પહોંચી હતી જ્યાં ભગવાનનું મોસાળું કરાયું હતું. ત્યારબાદ રથયાત્રા પુન: શરૂ થઈ હતી. જે શહેરના માર્ગો પર ફરીને સાંજે 6 કલાકે નિજમંદિર પહોંચી હતી. રથયાત્રા મહેમદાવાદના માર્ગ રાજા રણછોડનો જય જયકારથી ગુંજી ઉઠ્યા હતા.

મહેમદાવાદ-કઠલાલ/ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રા

ખંભાત મોટી ત્રણ પોળ યુવક મંડળ ધ્વારા ખંભાતના પ્રાચીન રણછોડજીના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. ધ્વજારોહણ પૂર્વે ખંભાતમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પ્રસંગે શોભાયાત્રા ખંભાતના મોટી ત્રણ પોળ થી અલિંગ,ઝંડાચોક,ગવારા ટાવર,ત્રિકોણીયા વિસ્તારમાં ‘જય રણછોડ ના જયનાદ સાથે નીકળી હતી.આ યાત્રામાં મ્યુ કાઉન્સીલર વિજયસિંહ પરમાર,પૂર્વ પાલિકા પ્રમુખ પીનાકીન બ્રહ્મભટ્ટ,દક્ષેશ પરીખ,વિજય રાવળ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

ખંભાત રણછોડજી મંદિરે ધ્વજારોહણ

મહેમદાવાદ, કઠલાલમાં રથયાત્રામાં દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી.

આણંદ જિલ્લાના પેટલાદમાં દર વર્ષે નીકળતી અતિપ્રાચીન રથયાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઊમટી પડી હતી.

વસો/શાંતિ સમિતિની બેઠક યોજાઈ

પેટલાદ/ ત્રણ રથ, બે બગી, ત્રણ અખાડા, 25 ટ્રેક્ટર સાથે રથયાત્રા નીકળી

વસો પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રા અને રમઝાન નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતે. જેમાં વસો પોસઈ કોમલબેન વ્યાસનાઓના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સરપંચ લીલાબેન પટેલ, વસો તા.પં.સભ્ય કનુભાઈ મુખી, વસો કસ્બાના પ્રમુખ બચુભાઈ પશેખ તેમજ પલાણા, દંતાલી, મિત્રાલ, વસો બીટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.