ઉત્તરસંડામાં યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો
નડિયાદ-ઉત્તરસંડાડાઉન લાઈન સ્થિત મોટા કુંભનાથ મહાદેવ પાસે રવિવારે બપોરે પોણા બે કલાકે હિતેશ મુકેશ તળપદા (રહે. ડૉ. હરીપ્રસાદનો કુવો મોટી નહેર પાસે) ટ્રેન નીચે પડતું મૂકી જિંદગીનો અંત આણી દીધો હતો. બીજી તરફ નડિયાદ રેલવે પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 21 વર્ષીય હિતેશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું ખૂલ્યું હતું.