તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • આણંદના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં હરજાણી સહિત 15 આરોપી નિર્દોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદના પૂર્વ કાઉન્સિલરની હત્યામાં હરજાણી સહિત 15 આરોપી નિર્દોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદનાચકચારી પૂર્વ કાઉન્સિલર અલ્પેશ પટેલ ઉર્ફે ચાકાની હત્યા કેસમાં સંડોવાયેલા વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી સહિત 15 આરોપીઓને શુક્રવારે આણંદ જિલ્લા કોર્ટે પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. જેના પગલે આરોપીઓના સગા-સંબંધીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. નોંધનીય છે કે, મુકેશ હરજાણી વિરૂદ્ધ અગાઉ ખંડણી, અપહરણ જેવા અનેક ગુનાઓ નોંધાયા હોય હાલમાં તે જેલમાં હતો. જેના પગલે કેસની સુનાવણી વિડિયો કોન્ફરન્સથી કરાઈ હતી.

આણંદના તત્કાલિન કાઉન્સિલર અલ્પેશ પટેલ ઉર્ફે ચાકો વર્ષ 2009માં મે માસમાં આણંદના બળિયાદેવ ચાર રસ્તા સ્થિત બી.એસ. ચેમ્બર્સની બહાર ખુરશી નાંખીને બેઠાં હતા ત્યારે સમયે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવી ચઢ્યા હતા. અને તેમણે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કર્યું હતું. બનાવમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવની તપાસ પ્રથમ આણંદ શહેર પોલીસ સ્ટેશને કર્યા બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેમાં હત્યા કરનારનાથી લઈ સમગ્ર ષ્ડયંત્ર રચનારા કુલ 15 શખ્સોના નામ ખુલ્યા હતા. વડોદરાનો કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી ઉપરાંત અન્ય 15 આરોપીની તબક્કાવાર ધરપકડ કરાઈ હતી. દરમિયાન બીજી તરફ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલી ગયો હતો. ડિસ્ટ્રીક્ટ જજ જે.એન. રણાએ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

કુલ 103 સાક્ષી તેમજ 98 દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો