તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સારસા પાસેથી દારૂ કેસમાં બે શખ્સના જામીન નામંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારસા પાસેથી દારૂ કેસમાં બે શખ્સના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદપાસેની સારસા ચોકડી પાસેથી ખંભોળજ પોલીસે બાતમીના આધારે કાર સાથે બે યુવકોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. તે બંનેએ મંગળવારે આણંદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે અરજી કોર્ટે નામંજૂર રાખી હતી.

ખંભોળજ પોલીસે સારસા ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરમસીંગ સુરસીંગ બામણીયા (રહે. મધ્યપ્રદેશ) અને રમેશભાઈ ખુમાનભાઈ ભુરીયા (રહે. દાહોદ) નામના બે શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. કારમાં તપાસ દરમિયાન કારમાંથી રૂા. 1 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જે તેઓ મધ્યપ્રદેશમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર સહિત કુલ રૂા. 3.50 લાખનો મુદૃામાલ કબ્જે લઈ બંને શખ્સોની ધરપકડ કરી હતી. બીજી તરફ બંને શખ્સોએ ચોથા એડીશ્નલ સીવીલ જજ પંકજ સાંખલાની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

અંગે વાત કરતા સરકારી વકીલ કિશોર ફટાણીયાએ જણાવ્યું હતું કે, કોર્ટે અરજી નામંજૂર કરવા સંદર્ભે ટાંક્યું હતું કે જો બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જશે. વધુમાં આવા કૃત્યોને પ્રોત્સાહન મળશે. બંને શખ્સો અગાઉ પણ દારૂની હેરાફેરી પકડાઈ ચૂક્યા છે. બંને શખ્સો પરપ્રાંતિય હોઈ મુદતોમાં હાજર રહેશે કે કેમ તે અંગે પણ શંકા છે. બધા કારણોને જોતા કોર્ટે અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો