તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • દલિતો પર હુમલાના વિરોધમાં તારાપુરમાં આવેદનપત્ર અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પર હુમલાના વિરોધમાં તારાપુરમાં આવેદનપત્ર અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિત યુવાનો પર કરવામાં અાવેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. પરંતુ આણંદ જિલ્લામાં તેની અસર વર્તાઇ હતી. જયારે દલિત આગેવાનો દ્વારા તારાપુર ખાતે આવેલી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. ઉપરાંત ગુરૂવારે જિલ્લાના અન્ય તાલુકા મથકોએ પણ રેલી અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ દલિત આગેવાનોએ જણાવ્યું હતું.

ડો.માઇકલ માર્ટીને જણાવ્યું હતું કે, દલિત સમાજ પર અત્યાચાર ગુજાર્યો છે. તે ખરેખર નિંદનીય છે. અત્યાચારના વિરોધમાં સમાજના દલિત આગેવાનો દ્વારા તારાપુર ખાતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તેમજ તમામ કસૂરવારોની સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગણી કરાઇ છે. જયારે સરકાર દ્વારા જે દલિતો પર અત્યાચાર કરાયો છે. તેવા લોકોને સરકારી સહાય પણ અપાઇ છે. નાણાકિય સહાય આપવાની વાત કરાય છે. તેનાથી સરકારની તિજોરી પર ભાર પડશે. વળતરની રકમ સરકારે નહીં પણ જે કસૂરવાર છે તેઓની પાસેથી વસૂલવી જોઇએ તેમજ આવા તમામ આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાય તેવી માગણી પણ કરી છે. આવેદન પત્ર તારાપુર મામલતદારને આવપવામાં આવ્યું હતું . તે સમયે ભાનુબહેન પરમાર, બેચરભાઇ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો