Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એમ.ફીલની પ્રવેશ પરીક્ષા આપનાર 451 પૈકી 126 વિદ્યાર્થી પાસ થયા
વિદ્યાનગરમાંઆવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ વ્હાલાદવલાની નીતિ તેમજ અન્યાયનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવનારા વિદ્યાર્થીઓ એમ.ફીલની પ્રવેશ પરીક્ષા નાપાસ થાય છે કે પછી જાણી જોઇને નાપાસ કરવામાં આવી રહ્યા છે તે તપાસનો વિષય છે. વર્ષે એમ.ફીલની પ્રવેશ પરીક્ષા આપનાર 451 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 126 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તેમજ 82 વિદ્યાર્થીઓને 10 ટકા ગ્રેસિંગ આપવું પડ્યું હતું. એટલું નહીં હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને આંકડાશાસ્ત્ર વિષયમાં શૂન્ય ટકા પરિણામ આવ્યું હતું.
માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવનાર મોટા ભાગનાં વિદ્યાર્થીઓ એમ.ફીલ અને ત્યારબાદ પીએચ.ડી કરવા ઇચ્છતાં હોય છે. પરંતુ માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવનાર વિદ્યાર્થી એમ.ફીલની પ્રવેશ પરીક્ષામાં નાપાસ થાય છે. માસ્ટર ડિગ્રીની પરીક્ષા અને એમ.ફીલની પ્રવેશ પરીક્ષા વચ્ચે ત્રણથી ચાર મહિનાનો સમય હોય છે. ત્યારે વિદ્યાર્થીના માસ્ટર ડિગ્રીના પરિણામ સાચા છે કે એમ.ફીલની પ્રવેશ પરીક્ષાના સાચા છે અથવા તમામની પાછળ કંઇક રંધાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ એમ.ફીલ કરવા ઇચ્છે છે તો પ્રવેશ કેમ આપવામાં આવતો નથી. માસ્ટર ડિગ્રીના પેપર કાઢનારા પ્રાધ્યાપકો એમ.ફીલની પ્રવેશ પરીક્ષાના પેપર કાઢે છે. ત્યારે મહિને સવાથી દોઢ લાખનો પગાર મેળવનાર પ્રાધ્યાપકો હોંશિયાર વિદ્યાર્થીઓને નહીં પરંતુ તેઓની જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેવા વિદ્યાર્થીઓના ગાઇડ બનવાનું પસંદ કરતાં હોવાનું વિદ્યાર્થીઅોમાં ચર્ચાઇ રહ્યું છે. એમ.ફીલ કે પીએચ.ડીમાં પ્રવેશ આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓનું આર્થિક રીતે કે અઘટિત માંગણીઓ કરીને શોષણ કરવામાં આવતું હોય છે. હોંશિયાર વિદ્યાર્થીને કોઇને કોઇ બહાને એમ.ફીલ કે પીએચ.ડીમાં રજિસ્ટ્રર કરવામાં આવતાં નથી. કદાચ વિદ્યાર્થીને પ્રવેશ મળી જાય તો પણ દસ દસ વર્ષ સુધી પીએચ.ડી પૂર્ણ નહીં કરાવીને મનમાની કરવામાં આવતી હોય છે.
પરીક્ષાની શૈલી બદલવાની આવશ્યકતા
એસપીયુનિવર્સિટીના વા. ચાન્સેલર ડો.હરીશ પાઢે જણાવ્યું હતું કે ‘ડિપાર્ટમેન્ટના વડાઓ સાથે મામલે ચર્ચા કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ માસ્ટર ડિર્ગીમાં ફર્સ્ટ કલાસ મેળવ્યો હોય તે એમ.ફીલની પ્રવેશ પરીક્ષામાં નાપાસ કેવી રીતે થઇ શકેω એમ.ફીલની પ્રવેશ પરીક્ષા યુજીસી અને નેટની સ્ટાઇલમાં લેવામાં આવે છે. જેના કારણે કદાચ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાનું એક કારણ હોઇ શકે. જેથી પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા લેવાની સ્ટાઇલ બદલવાની પણ આવશ્યકતા છે.
વિષય પરીક્ષાર્થી પાસ ગ્રેસિંગ (10%) ટકાવારી
સોશ્યોલોજી 22 06 02 27.27
સાયકોલોજી 18 07 03 38.88
ફિઝિક્સ 20 06 01 27.27
ગુજરાતી 61 16 03 26.22
ઇંગ્લિશ 61 15 10માર્કસ 24.59
ઇકોનોમિક્સ 36 01 01 02.77
લાઇબ્રેરી સા. 05 01 01 20.00
બિ. સ્ટડિઝ 102 38 38 37.25
હિસ્ટ્રી 11 00 00 00
મેથ્સ 04 02 00 50.00
હિન્દી 29 01 13 03.44
કમ્પ્યુટર સા. 05 00 02 00.00
ઇ.એલ.ટી 11 11 00 100
સંસ્કૃત 18 02 10 25.00
સોશ્યલ વર્ક 17 08 03 47.05
એજ્યુકેશન 07 05 00 -
કેમેસ્ટ્રી 17 07 03 41.18
સ્ટેટ 01 00 00 00
પોલિટિકલ સા. 06 00 02 00