તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • ઉનાનાસામઢીયાળાના દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં આણંદ જિલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાનાસામઢીયાળાના દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં આણંદ જિલ્લા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાનાસામઢીયાળાના દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં આણંદ જિલ્લા રોહિત સમાજે પણ કઠોર શબ્દમાં નિંદા કરી હતી. તા.25ના રોજ આણંદ શહેરમાં રોહિત સમાજનાં મોટી સંખ્યામાં યુવકો દ્વારા રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે.

અંગે કાસોર ગામના રહીશ મુકેશભાઈ રાઠોડે જણાવેલ કે ‘ઉનામાં ગૌરક્ષકને નામે ચાર દલિત યુવકોને બાંધીને જાહેરમાં માર મારવાની ઘટનાને ઠેર-ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બનાવને લઇને આણંદ જિલ્લા રોહિત સમાજે નિંદા કરી સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તા.25 જુલાઇના રોજ આણંદ ગણેશ ચોકડીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવનાર છે. રેલીમાં કાસોર, અજરપુરા, સામરખા, ભાલેજ સહિત આજુબાજુ વિસ્તારોમાંથી 250 ઉપરાંત યુવાનો ઉપસ્થિત રહેનાર છે. રેલી બાદ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો