તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • સપ યુિનના લાંચિયા પ્રોફેસરને સસ્પેન્ડ કરાશે : ડૉ.હરિશ પાઢ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપ યુિનના લાંચિયા પ્રોફેસરને સસ્પેન્ડ કરાશે : ડૉ.હરિશ પાઢ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજીમાં પીએચ.ડી કરી રહેલા વિદ્યાર્થી પાસેથી રૂ.90 હજારની લાંચ લેતા ઝડપાયેલા ડો.હિતેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે. અંગે વાત કરતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.હરીશ પાઢે જણાવ્યું હતું કે સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટના પીએચ.ડીના વિદ્યાર્થી પાસેથી પૈસાની માંગણી કરનાર ડો. હિતેશ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જોકે, આગામી સમયમાં તેને સસ્પેન્ડ કરવામાં આવશે.

બીજી તરફ ભાજપ યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય દિલેશ જાદવ દ્વારા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં બે વર્ષ અગાઉ 58 વર્ષીય પ્રાધ્યાપક દ્વારા પીએચ.ડીની વિદ્યાર્થિની પાસેથી અઘટિત માંગણી કરવાની ઘટનામાં પણ ભીનું સંકેલાયું હતું. કિસ્સાની પણ પુન: તપાસ થવી જોઇએ. બાયોસાયન્સ વિભાગના પૂર્વ વડા પ્રો.કિરણ કાલીયાએ પાસ થયેલા વિદ્યાર્થીને ભેદભાવભરી નીતિથી નાપાસ કરીને તેના ભવિષ્ય સાથે ચેડાં કર્યા હતા. પીએચ.ડીના વિદ્યાર્થીઓના કવાર્ટસ ફાળવણીમાં પણ વ્હેલાદવલાંની નીતિ અપનાવતાં હોવાની પણ ફરિયાદ છે. પીએચ.ડીના ગાઇડ ઓછા હોવાથી વિદ્યાર્થીઓનું અનેક રીતે શોષણ થવાના કિસ્સા બને છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં લાયકાત ના ધરાવતાં હોય તેવા ઉમેદવારને નિમણૂંક આપી દીધી હોય તપાસ થવી જોઇએ. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટમાં અગાઉ સામાન્ય બેઠકો 140 કે 160 હતી તે ઘટાડીને 60 કરી દેવામાં આવી છે. અન્ય બેઠકો સેલ્ફ ફાયનાન્સ કરી દેવાઈ હોય વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. જે અંગે તપાસ કરી પગલાં લેવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો