તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • અમૂલડેરી દ્વારા જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૂલડેરી દ્વારા જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમૂલડેરી દ્વારા જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. દ્વારા પશુદાણના ભાવમાં પ્રતિ ગુણે રૂ.104નો વધારો કરવામાં આવતાં દૂધ ઉત્પાદકોની હાલત કફોડી બની જવા પામી છે. જેથી પશુદાણની 70 કિલોની ગુણના હવે રૂ.1080ના બદલે રૂ.1182 ચૂકવવા પડશે. ગત્ મહિને અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટનો રૂ.10નો વધારો આપવામાં આવ્યો હતો. એના એક મહિનામાં પશુદાણના ભાવમાં પ્રતિ ગુણે રૂ.104નો વધારો કરી દેવામાં આવતાં અમૂલ ડેરીના સત્તાધીશોનો એક હાથે આપીને બીજા હાથે લેવાની નીતી અપનાવતા હોવાનો દૂધ ઉત્પાદકોમાં સૂર ઉઠવા પામ્યો હતો.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ‘પશુદાણની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી કાચી સામગ્રીના ભાવ વધતાં પશુદાણના ભાવ વધારવાની ફરજ પડી છે. રાજ્યના અન્ય સંઘો બનાસકાંઠા, સાબરકાંઠા દ્વારા પણ પશુદાણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા અન્ય દૂધ સંઘોની સરખામણીમાં પશુદાણના પ્રતિ કિલો ર3 પૈસા ઓછા લેવામાં આવે છે. પશુદાણના ભાવમાં વધારો ના કરવામાં આવે તો સંઘને પશુદાણમાં આર્થિક રીતે ખોટ થઇ શકે. આર્થિક ખોટને ભરપાઇ કરવામાં આખરે દૂધ ઉત્પાદકોને આપવામાં આવતી ભાવફેરની રકમમાં ઘટાડો થાય અને છેવટે દૂધ ઉત્પાદકોને નુકશાન વેઠવું પડે. જેથી પશુદાણના ભાવમાં વધારો કરવો પડ્યો છે.’

બીજી તરફ દૂધ ઉત્પાદકોને પશુદાણના ભાવ વધતાં દર મહિને પશુપાલનનો ખર્ચ વધતાં દૂધ ઉત્પાદન વધુ મોંધુ બનશે. ગત્ મહિને દૂધના ચૂકવવામાં આવતાં ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.10નો વધારો કર્યા બાદ પશુદાણના ભાવ વધારીને દૂધ ઉત્પાદકોને એક હાથે આપીને બીજા હાથે લઇ લેવાની નીતિથી વ્યાપક નારાજગી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો