• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • સરકારી યોજનાઓના નામે ગરીબો પાસેથી ઉઘરાવતાં નાણાં

સરકારી યોજનાઓના નામે ગરીબો પાસેથી ઉઘરાવતાં નાણાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદતાલુકા પંચાયત હેઠળ આવેલા ગામડાઓમાં ગરીબી લાભાર્થીઓ પાસેથી સરકારી યોજનાઓ માટે અરજી કરવાના બહાના હેઠળ નાણાં પડાવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ તાલુકા પંચાતય પ્રમુખે કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. નાણાં ઉઘરાવવાના બદલામાં ધારાસભ્ય રોહિત પટેલના નામ સાથેના નમો ગરીબ સેવા રથ લખેલા લેટર હેડની પાવતી પણ આપવામાં આવે છે. આમ એક તરફ સરકાર ગરીબોને વિના મુલ્યે સહાય આપવાની વાતો કરી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા રીતે નાણાં ખંખેરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેની તપાસ કરવામાં આવે તેવી માગણી સાથેનું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપવમાં આવ્યું છે.

અંગેની વધુ માહિતી આપતાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબહેન પરમાર અને ઉપપ્રમુખ હિતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક િદવસથી ભાજપનાં કમળનાં નિશાન અને ધારાસભ્ય રોહિતભાઇ પટેલના નામ સાથે નમો ગરીબ સેવા રથ લખેલા લેટર હેડ પર કેટલાક લોકો દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતીનાં કાયદા હેઠળ મા અન્નપૂર્ણા યોજનાના ફોર્મ ભરાવી લાભ અપાવવાની લાલચ આપી રહયાં છે. આવા તકવાદી તત્વો દ્વારા સરકારી કચેરીમાં પૈસા આપવાના બહાને કાગળો તૈયાર કરવીને પ્રતિ કાર્ડ દીઠ રૂ.180/- પડાવી રહ્યાં છે. આમ સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કોઈપણ જાતના નાણાં આપવા કે લેવાની કોઈ જોગવાઇ હોવા છતાં ગેરકાયેદસર રીતે નાણાં ઉઘરાવી રહ્યાં છે. બાબત અમોને ધ્યાને આવતા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

તપાસ મામલતદારને સોંપવામાં આવી છે

^તાલુકાપંચાયતના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમજ બાબતે જરૂરી પૂરાવાઓ પણ આપવામાં આવ્યાં છે. પુરાવાઓ અને બાબતની સત્યતા ચકાસવા માટે આણંદ ગ્રામ્ય મામલતદારને તપાસ સોંપવામાં આવી છે. તેઓના રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. > ડૉ.ધવલ પટેલ, કલેક્ટર

આવી રીતે પૈસાર ઉઘરાવી શકાય નહીં

ગરીબોનાલાભાર્થે મુકવામાં યોજનાઓ માટે કરવામાં આવતી અરજીઓ સંદર્ભે કોઇ પણ પ્રકારના નાણાં આપવાના હોતા નથી. જે તે વિભાગની યોજના હોય તે વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. જો આવા કોઇ પણ પ્રકારના નાણાં ઉઘરાવવા તે ગેરકાયદે છે. તેમ જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...