• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • શિક્ષણ થકી સમાજનું પરિવર્તન આવી શકે: જીતુ વાઘેલા

શિક્ષણ થકી સમાજનું પરિવર્તન આવી શકે: જીતુ વાઘેલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘શિક્ષણનોપાયો પ્રાથમિક શિક્ષણ છે, તેને મજબૂત કરવો સૌની ફરજ છે. શિક્ષણ થકી સમાજનું પરિવર્તન લાવી શકાય છે.’ એમ અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ જીતુભાઇ વાઘેલાએ ઓડ ખાતે કન્યાશાળા, કુમારશાળા અને સુરજબા બ્રાન્ચ શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવતાં જણાવ્યું હતું.

અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ જીતુભાઇ વાઘેલાએ શાળા વ્યવસ્થાપન સમિતીના સભ્યો સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ‘વાલીઓએ સમયાંતરે શાળાની મુલાકાત લઇ બાળકોના અભ્યાસ અંગે જાગૃત થવું જોઇએ. તેમજ બાળકોનું શિક્ષણસ્તર સુધરે તે માટે પ્રયાસો કરવા માટે તાકીદ કરી હતી.’ પ્રસંગે ગામના વડીલો, શાળામાં અભ્યાસ કરીને સફળતા મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું. ઓડ નગરપાલિકાના પ્રમુખ ગોપાલસિંહ રાઉલજી, ચેરમેન હસમુખભાઇ, દાતા રમણભાઇ પટેલ, વિદ્યાનગર સીઆરસી અનિરૂધ્ધસિંહ, હાઇસ્કૂલના આચાર્ય સહિત અગ્રણીઓ ને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ, ઉમરેઠ, પેટલાદ, સોજિત્રા, આંકલાવ, બોરસદ, ખંભાત, ઓડ, વિદ્યાનગર, કરમસદ અને બોરઆવી નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...