આણંદમાં તળાવ ઊંડા ઉતારવાનું નાટક!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં આવેલ ચાર મોટા તળાવોને ચોમાસા પૂર્વે ઉંડા કરવાની કામગીરી માટેનો ઠરાવ બોર્ડ બેઠકમાં રજૂ કરાયો હતો. તેને લઇને પ્રજામાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. તળાવ ઉંડુ કરવાના બહાને નાણાંનો વ્યય કરવા કે ભ્રષ્ટાચાર આચરવા માટે કામગીરી હાથ ધરાઇ હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે. રાજ્ય સરકાર ચોમાસામાં પાણી ભરાય તે માટે શહેર અને ગામના તળાવો ઉંડા કરવા માટે ભાર મુકી રહી છે. પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોેઢેલ પાલિકાતંત્ર 6 માસથી કોઇ કાર્યવાહી કરતી હતી. ચોમાસુ નજીક આવતાં તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાતાં લોકોમાં આશ્ચર્ય સર્જાઇ છે.

આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ, ગોયા તળાવ અને મોટા તળાવની બ્યુટીફિકેશન કરવા પાછળ અત્યાર સુધી કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. તેમ છતાં તળાવની સુંદરતા ક્યાંય જોવા મળતી નથી. માત્ર તળાવની ફરતે વોકીંગટ્રેક તથા લોખંડની જાળીઓ મારી બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ કરેલ છે.બ્યુટીફિકેશનના નામે 6 માસ અગાઉ તળાવો ખાલી કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તળાવમાં કોઇપણ જાતની કામગીરી હાથ ધરાઇ હતી. સૌથી આશ્ચર્યની વાત છે કે રાજ્ય સરકારે તળાવો ઉંડા કરવા માટે જણાવ્યું હતું. તેમ છતાં આણંદ પાલિકાએ તળાવ ઉંડા કરવાની કામગીરી અંગે અગાઉ વિચાર્યુ હતું. અને ચોમાસુ નજીક આવતાં પાલિકા સફાઇ જાગી હતી.

ત્રણેય તળાવ ઉંડા કરવાની કામગીરી તાજેતરમાં મળેલ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી. આમ ચોમાસા અગાઉ દેખાવ પુરતા તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધરશે. વરસાદ પડતાં કામ પડતું મુકાશે તેના કારણે તળાવ ઉંડા કરવાનું કામ ખોરંભે પડશે.જેને લઇને જાગૃત નાગરિકોમાં તરહ-તરહની ચર્ચાઓ થઇ રહી છે. દર વખતે પાલિકા દ્વારા તળાવો ખાલી કરાય છે. પરંતુ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઇનેે ભારે વરસાદ પડે ત્યારે તળાવો છલકાઇ જાય છે. અને તેના પાણી શહેરમાં માર્ગો પર ફરી વળે છે. આમ પાલિકાની બેદરકારી નગરજનોને ભારે પડે છે.લોટેશ્વર તળાવ બ્યુટીફીકેશનના નામે વર્ષોથી ખાડામાં

આણંદપાલિકા દ્વારા લોટેશ્વર તળાવનું બ્યુટીફીકેશન કરી મીની કાંકરિયા બનાવવાનું સ્વપ્ન ભાજપના સત્તાધીશોએ છેલ્લા પાંચ વર્ષથી નગરજનોને બતાવી રહ્યા છે. તળાવ પાછળ અત્યાર સુધીમાં ખોદકામ કરવામાં કરોડો રૂપિયાનું આંધારણ કરવામાં આવે છે. પરંતુ ક્યાંય બ્યુટીફીકેશન જોવા મળતું નથી. તળાવમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા સિવાય કશું નજરે પડતું નથી. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાયા બાદ તળાવ ખાલી કરવામાં આવે છે. પરંતુ કાેઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. તેમ છતાં નગરપાલિકાના ચોપડે દર વર્ષે બ્યુટીફીકેશનના લાખો રૂપિયા ફળવાય છે. આમ સરકારી ગ્રાન્ટ અને પ્રજાના નાણાનો દુર વ્યય થઇ રહ્યો હોવાનું નગરજનોમાં ચર્ચાય છે.

દર વર્ષે તળાવ ઊંડુ કરવાનું નાટક જૂન માસમાં થાય છે

રાજ્યસરકાર દ્વારા એપ્રિલ માસમાં શહેર અને ગામડાના ખાલી થઇ ગયેલા તળાવો ઊંડા કરવાનું કામ હાથ ધરવા જે તે તંત્રને જણાવી દીધું હતું. તેમ છતાં આણંદ પાલિકા દ્વારા શહેરમાં ખાલી થયેલા ત્રણ તળાવ ઊંડા કરવાનું કામ હાથ ધરાયુ હતું. અને એક જવાબ આપતા હતાં કે સરકારમાંથી તળાવ ઊંડુ કરવાની મંજુરી મળી નથી. પરંતુ દર વખતની જેમ ચોમાસાના આડે એક સપ્તાહ રહેતા તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાય છે. તેની પાછળ પાલિકાનો બદ ઇરાદો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અચાનક મંજુરી ક્યાં મેળવી તે પ્રશ્ન નગરજનોને સતાવી રહ્યો છે. દર વખતે ચોમાસાની શરૂઆતમાં તળાવ ઊંડા કરવાનું નાટક કરવામાં આવે છે. વરસાદ પડતાં તળાવમાં પાણી ભરાતાં બંધ કરી દેવાય છે. આમ તળાવ ઊંડા કરવાનો ખર્ચો પાલિકામાં પાડીને મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો઼ આક્ષેપ જાગૃત નાગરીકો કરી રહ્યા છે.

આણંદ શહેરમાં 18 વધુ તળાવોમાંથી માત્ર ત્રણ તળાવ બચ્યાં છે. તેમ છતાં દર વર્ષે ત્રણેય તળાવ ઉંડા કરવાનું નાટક રચવામાં આવે છે. વર્ષે ચામાસું માંડ એક સપ્તાહ બાકી છે ત્યારે કામ હાથ ધરાતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

ત્રણેય તળાવ 8 માસથી ખાલી હોવા છતાં કામ હાથ ધરાયું હતું : ચોમાસુ નજીક આવતાં કામ હાથ ધરાતાં શાસકોની મેલી મુરાદ ખુલ્લી પડી

ભ્રષ્ટાચારનો કારસો | આણંદ પાલિકા દ્વારા ચોમાસાના આગમન ટાણે તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ કરતાં આશ્ચર્ય

અન્ય સમાચારો પણ છે...