• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • પંડોળીમાં પૈસાની ઉઘરાણી કરતા યુવક પર હુમલો કર્યો

પંડોળીમાં પૈસાની ઉઘરાણી કરતા યુવક પર હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદનાઆમોદ સ્થિત રબારીવાસમાં વિનુભાઈ ફતાભાઈ સોલંકી રહે છે. તેમણે પ્રતાપભાઈ ફતાભાઈ દેવીપૂજક અને ટીનાભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીને રૂા. 30 હજારમાં ભેંસ વેચાતી હતી. જે પૈકી બંને શખ્સોએ તેમને રૂા. 20 હજાર ચૂકવી દીધા હતા. પરંતુ રૂા. 10 હજાર બાકી લેવાના નીકળતા હતા. અંગે વિનુભાઈ સોલંકીએ તેમની પાસે ઉઘરાણી કરી હતી. જેને લઈને બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને મંગળવારે બપોરે ચાર કલાકે વાવવાળી માતાના મંદિર પાસે તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે તેમણે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...