• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મંજૂરી વિના બાંધકામ કરનારાં પર તંત્ર ત્રાટકશે

મંજૂરી વિના બાંધકામ કરનારાં પર તંત્ર ત્રાટકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદમાંમોટી દૂર્ઘટના બાદ જાગવા ટેવાયેલું વહીવટી તંત્ર ચારના મોત બાદ અચાનક જાગ્યું છે અને શહેરમાં ચાલતાં મંજુરી વગરના બાંધકામ સામે કાર્યવાહી કરવા ‘હાંકોટા પાકોટા’ કરી રહ્યું છે. શહેરના મેફેર રોડ નજીક બની રહેલા આણંદ સ્કવેર નામના નવા કોમ્પલેક્ષનું બાંધકામ વગર મંજૂરીએ કરવામાં આવી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તંત્રએ અવકુડા વિસ્તારમાં આવેલા ગેરકાયદે બાંધકામો પર ત્રાટકવા માટેનું આયોજન કર્યંુ છે. જેમાં કેટલા બાંધકામો એવા છે કે જેઓએ મંજૂરી માટે ફાઇલો મૂકી હોય અને મંજૂરી સિવાય બાંધકામ ચાલી રહ્યું હોય તેવાની તપાસ કરવામાં આવશે.

આણંદ, કરમસદ અને વિદ્યાનગર સહિત કેટલાક ગામોનો સમાવેશ અવકુડામાં થતાં અવકુડા ઓથોરિટી અસ્તિત્વમાં આવી છે. જેથી તમામ વિસ્તારોમાં બાંધકામ કરવું હોય તો, અવકુડાની મંજુરી લેવાની થતી હોય છે. પરંતુ આણંદમાં આવેલા મેફેર રોડ નજીક બની રહેલા આણંદ સેન્ટર સ્કવેર નામના નવા કોમ્પલેક્ષના ભોયરાંનુ બાંધકામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન માટીની ભેખડ ઘસી પડતાં ઘટના સ્થળે ચાર મજૂરોના મોત થયા હતા. મોત થવાની ઘટના બાદ તપાસમાં આવેલા અધિકારીઓએ બાંધકામ માટે મંજૂરી લીધી ના હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

હવે આણંદ, કરસમદ સહિત વિદ્યાનગરમાં પણ આવા કેટલા બાંધકામો છે કે જેઓએ મંજૂરી લીધા સિવાય બાંધકામ કરી રહ્યાં છે. તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેની માટે પહેલા ફાઇલો જોઇને તેની સ્થળ તપાસ કરવામાં આવશે. કામગીરી માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે. જે સ્થળ તપાસ કરશે. તેમજ જરૂર જણાશે તેઓની સામે નિયમ મુજબની કાર્યવાહી પણ કરવામાં આવશે. જયારે હાલમાં જે સ્થળે ઘટના બની છે તે બાંધકામને અટકાવવાની કામગીરી પણ કરાશે. તેમજ જરૂરિયાત મુજબ સિક્યુરિટી મુકવી કે નહીં તે અંગેનો પણ નિર્ણય લેવામાં આવશે.

સુપરવાઈઝર, એન્જિનીયર એક દિ’ના રિમાન્ડ પર

અન્ય ઓથોરીટી પાસેથી પણ માહિતી મંગાવાશે

^સામાન્યરીતે રાજયમાં અન્ય ઓથોરિટી આવેલી છે. ઓથોરિટીઓ દ્વારા ગેરકાયદે બાંધકામના સંદર્ભે બિલ્ડરો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની હોય છેω તે અંગેની માહીતી મંગાવવામાં આવશે. તેમજ તેવા નિયમોનો અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ અવકુડાના કારોબારી અધિકારી બી.એસ.પટેલે જણાવ્યું હતું.

મૃતદેહોને તેમના વતન પહોંચાડ્યાં

આણંદમેફેર રોડ પર સોમવાર સાંજે નવા બનેલ કોમ્પ્લેકસમાં ખોદકામ દરમ્યાન માટી ભેખડ ધસી પડતાં ઝાલોદ વિસ્તારના 4 મજુરોના મોત નીપજ્યા હતા. પીઅેમ બાદ ચારેય મૃતદેહને પાલિકાની વાન મારફતે તેમના વતનમાં મોકલી આપ્યા હતાં.

આણંદમાં મેફેર રોડ પર આવેલી આણંદ સેન્ટર સ્કેવરના ભોંયરાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સોમવારે મોડી સાંજે ભેખડ ધસી પડવાનો બનાવ બન્યો હતો. બનાવમાં બે મહિલા અને બે પુરૂષો મળી કુલ ચાર શ્રમજીવીના મોત નીપજ્યાં હતા જ્યારે ત્રણનો બચાવ થયો હતો. બનાવમાં આણંદ પોલીસે મૃતકના સંબંધીની ફરિયાદના આધારે સાઈટ સુપરવાઈઝર અને એન્જિનીયર વિરૂદ્ધ ગુનો નોંધી મંગળવારે મોડી સાંજે તેમની ધરપકડ કરી બુધવારે તેમને આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરી તેમના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે મામલે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...