• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ શહેરમાં સિટી બસ મુદ્દે પાલિકાએ રિવર્સ ગીયર પાડ્યો !

આણંદ શહેરમાં સિટી બસ મુદ્દે પાલિકાએ રિવર્સ ગીયર પાડ્યો !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં પાલિકા પોતે સિટી બસ દોડાવશે અને ખાનગી કોન્ટ્રાક્ટ રદ્દ કરશે તેવા ખાંડા ખખડાવી જોરશોરથી પ્રચાર બાદ અચાનક પાલિકા પાણીમાં બેસી ગઇ છે. સિટી બસના આયોજનમાં થાપ ખાઇ ગયેલી પાલિકાએ આખરે વિટકોસને કામચલાઉ ધોરણે સેવા ચાલુ રાખવા જણાવ્યું છે. જોકે, બધા હાઇડ્રામા પાછળ મુખ્યમંત્રી જવાબદાર હોવાનું પાલિકાના સભ્યોમાં ચર્ચા થઇ રહી છે.

આણંદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી સિટી બસને સેવા પૂરી પાડતી િવટકોસ સંસ્થાનો કરાર 15મી જૂને પૂર્ણ થયોછે. અગાઉ પાલિકાએ સામાન્ય સભામાં ઠરાવ કરી કરાર પૂર્ણ થયાનું પણજાહેર કરી દીધું હતું. જોકે,દરરોજ ચાર હજારથી પાંચ હજાર મુસાફરોની અવરજવર માટે પાલિકાએ કોઇ આયોજન કર્યું હતું. માત્ર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની એક જાહેરાત આધારે આટલો મોટો નિર્ણય લઇ લીધોહતો.

સૂત્રોના જણાવ્યાનુસાર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે એક જાહેરસભામાં પાલિકાને સિટી બસ ફાળવવાની જાહેરાત કરી હતી. જોકે, છાશ છાગોળે, ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમની જેમ પાલિકાએ પણ ખાનગી કોન્ટ્રાક્ટ રદ કરવાની તૈયારી કરી દીધી હતી.સિટી બસ માટે સરકારમાં રજુઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી િસટી બસો ફાળવવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી જેના કારણે િસટીબસનું સ્વપ્ન અધુરુ રહ્યું છે. આખરે થૂંકેલું ચાટવું પડ્યું હતું અને વિટકોસને કામચલાઉ મંજૂરી આપી હતી.

સિટી બસ મળશે ત્યારે દોડાવવામાં આવશે

^આણંદનગરપાલિકાના ઉપપ્રમુખ કાન્તીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ‘મુખ્યમંત્રીએ પાલિકાઓને સિટી બસ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી સિટી બસ અંગે સરકારે કોઇ નિર્ણય લીધો નથી. સરકાર દ્વારા તમામ નગરપાલિકાનો સામુહિક કાર્યક્રમ યોજી સિટી બસ આપવામાં આવશે. ત્યારબાદ શહેરમાં સિટી બસ દોડાવવાનો નિર્ણય લેવાશે. હાલ તો કામચલાઉ વીટકોસને મંજુરી અપાઇ છે.’

નગરસેવકોની મહેચ્છા મનમાં રહી ગઇ

આણંદપાલિકામાં ભાજપની બોડી બન્યાં બાદ સત્તાની સાઠમારી રહે છે. તેમાંય પાલિકાને સિટી બસ દોડાવવા નવી નક્કોર બસ આપવાની જાહેરાતથી કેટલાંક નગરસેવકોને સિટી બસ સેવામાં મલાઇ દેખાઇ હતી. પાલિકા સીટી બસનું સંચાલન લે તો સ્ટાફ ભરતીથી લઇ બસના સમારકામ પાછળ ભ્રષ્ટાચાર આચરવાનું આયોજન થઇ ગયું હતું. જોકે, મહેચ્છા હાલ મનમાં રહી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...