ડાકોરની ગૌશાળામાં 32 ગૌવંશનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામડાકોર રણછોડરાય મંિદર સંચાલિત વાડાફાર્મ-ગૌશાળામાં મંગળવારે મોડીસાંજે બાજરીનાં લીલા સૂકા પૂળાં ખાવાથી 150 પશુઓને ફૂડ પોઇઝનીંગ અસર થઇ હતી. પૈકી 32 પશુઓ ધ્રુજારી અને ચક્કર સાથે મોતને ભેટ્યાં હતાં. પશુઓના મરણથી જીવદયાપ્રેમી તથા વૈષ્ણવોના હદય દ્રવી ઊઠ્યાં હતાં. જ્યારે બાકીના 118 પશુઓને તાત્કાલિક સારવાર મળતાં બચી ગયા હતા.

સંદર્ભે ડાકોર મંિદર સંચાલિત વાડાફાર્મ ગૌશાળામાં ફરજ બજાવતા કર્મચારી રાવજીભાઇ પરમારે જણાવ્યું હતું કે, વાડાફાર્મમાં અંદાજીત 1200 જેટલા પશુઓઓનો નિભાવ કરવામાં આવી રહ્યાે છે. જેમાં 320 આખલા,250 વાછરડા અને ગાયોનો સમાવેશ થાય છે. તા. 14 મીના રોજ મંગળવારે બપોરે 1 કલાકે આણંદ તાલુકાના ગાના ગામના દાતા દ્વારા બાજરીના 600 પુળા વાડાફાર્મમાં આપવામાં આવ્યા હતા. સાંજે 6 કલાકે ફાર્મમાં કામ કરતાં શ્રમજીવીએ આખલા અને વાછરડાના વિભાગમાં 600 પુળાના ઢગ માંથી 450 બાજરીના પૂળા નીરણ કરવામાં આવ્યા હતા. બાજરીના પુળા આખલા અને વાછરડાએ આરોગ્યા હતા. ત્યારબાદ થોડા સમયથી પછી પુળા આરોગવાથી 150 પશુઓને ફૂડ પોઇઝનીંગની અસર થઇ હતી .જેમાં 25 આખલા ( 5 થી 7 વર્ષના હતા) અને 7 વાછરડા (પુખ્ત)ને ધ્રુજારી અને ચક્કર આવ્યા હતા અને 32 પશુઓને સારવાર મળે તે પહેલા મૃત્યુ પામ્યા હતા. બાકીના 118 પશુઓને સ્થાનિક પશુચિકિત્સક, અમૂલ ડેરી તથા િજલ્લા પશુ આરોગ્ય વિભાગની પાંચ થી સાત ટીમો દ્વારા તાત્કાલિક સારવાર કરતાં પશુઓ મોતના મુખ માંથી બચી ગઇ હતી. સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં જોવા માટે વૈષ્ણવના ટોળા ઉમટી પડ્યા હતા.

બાજરીના સુકાયા વિનાના પૂળા ખાવાથી ઘટના ઘટી હોવાનું તારણ

^શરતચૂકથીબાજરીના પૂળા સુકાયા વિના પશુઓને ખવડાવતાં ઘટના બની હતી. બાજરીના સુકાયા વિના પૂળામાં નાઈટ્રેટ પોઈઝનીંગ થતુ હોવાથી પૂળા પશુઓના ખાવાથી લોહીમાં લાલ રક્તકણો ઓકસીજન ગ્રહણ કરતા નથી અને તાત્કાિલક પશુ મૃત્યુ પામે છે. અમદાવાદ પશુ રોગ સંશોધન લેબના અધિકારી દ્વારા પોસ્ટમાર્ટમ કરીને લીવર તથા જઠરમાં ખાધેલ ખોરાકના નમૂના લેવામાં આવ્યા હતા. પશુઓને હંમેશા સૂકા પૂળા ખવડાવવા જોઈએ.> ડોવી.એસ.પરમાર, નાયબિજલ્લા પશુ આરોગ્ય અધિકારી, િજલ્લા પંચાયત નડિયાદ.

મંગળવારે રાત્રીના 10 કલાકે ઘટના બની હતી

^મંદિરનાવાડાફાર્મમાં મંગળવારે રાત્રીના 10 કલાકે ફૂડ પોઈઝનીંગના કારણે 32 પશુઓના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બાકીના 118 જેટલા પશુઓને પશુ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાત્કાિલક સારવાર અપાતાં પશુઓ બચી ગયા હતા. અંગે ડાકોર પોલીસ મથકે જાણવાજોગ પણ આપવામાં આવી છે અને મૃતક પશુઓને વાડાફાર્મમાં આવેલી જગ્યામાં દફનાવી દેવામાં આવી હતી.> રવિન્દ્રભાઈઉપાધ્યાય, મેનેજર.ડાકોર મંદિર.

બાજરીનાં પૂળા ખાવાથી 150 જેટલાં પશુઓને ફૂડ પોઇઝનિંગ થયું

25 આખલા અને 7 વાછરડા દોઢ થી બે કલાકમાં માેતને ભેટ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...