આણંદમાં 61 હજાર છાત્રો બોર્ડની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ10 અને 12ની પરીક્ષાઓ પૂર્વે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવામા આવી હતી. જોકે અગાઉ ચોરીની ઉઠેલી ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.પરમાર દ્વારા 2165 બ્લોકમાં ફરજીયાત સીસી ટીવી કેમેરા કાર્યરત કરી ગેરરીતિઓ ઉપર બાજનજર રાખવા એકશન પ્લાન ઘડાયો છે.

વખતે બોર્ડની પરીક્ષામાં એસટી વિભાગના અધિકારીઓને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વધારાની બસોના રૂટો દોડાવવાના રહેશે. ઉપરાંત ધોરણ 10 માટે 37 પરીક્ષા કેન્દ્રોના 104 બિલ્ડીંગોમાં જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 18 પરીક્ષાકેન્દ્રોના 42 બિલ્ડીંગો, એચએસસી વિજ્ઞાાન પ્રવાહમાં 5 પરીક્ષાકેન્દ્રોના 23 સીસી ટીવીથી સજ્જ બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામા આવશે. ચાલુ વર્ષે ન્યુ એસએસસી માટે 39,696 વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16116 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. એચએસસી વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-ચારમાં 5855 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે તંત્રની તૈયારી

અન્ય સમાચારો પણ છે...