• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદ રેલ્વે સ્ટેશને બ્રીજનું કામ બે વર્ષમાં 30% થયું

આણંદ રેલ્વે સ્ટેશને બ્રીજનું કામ બે વર્ષમાં 30% થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-ગોધરારેલ્વે લાઇન પર નવું પ્લેટફોમ નંબર-6 બનાવવામાં આવ્યું છે. મુસાફરોને પ્લેટફોમ નં-4 થી 6 પર જવા માટે બે વર્ષ અગાઉ ફૂટવેબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.પરંતુ કામ ધીમી ગતિએ ચાલી રહી છે. તેના કારણે માંડ 30 ટકા કામગીરી થઇ છે. ત્યારે ઝડપી કામગીરી હાથ ધરીને કામગીરી પૂર્ણ કરવામાં આવે તેમ જનતા ઇચ્છે છે.

આણંદ ગોધરા રેલ્વે લાઇન 79 કિલોમીટર પર ડબલ ટ્રેક માટે 683કરોડ મંજુર થયા છે.ત્યારે વર્ષો બાદ લાઇન ટુ વે બનશે તો અમદાવાદ,મહેમદાવાદ,નડિયાદ અને આણંદની જનતાને રાજસ્થાન દિલ્હી જવા માટે વાયા વડોદરા -ગોઘરા થઇને જવું પડતું હતું.તેથી 40 કિ.મીનું અંતર વધી જતું હતું.તેમજ સમય પણ એક કલાક જેટલો વધી જતો હતો.આ ટ્રેક ડબલ થાય તો મુસાફરોને સમય અને નાંણાની બચત થાય.તેમજ ગોધરા જવા માટે સીધી ટ્રેનના વધુ લાભ મળે તેમ છે.

ઉપરાંત મુસાફરોને એક પ્લેટફોમ પરથી બીજા પ્લેટફોમ પર જવા માટે પ્લેટફોમ નં-1 અને પ્લેટફોમ નં-4 પર લીફટ મુકવામાં આવશે.અગાઉ પણ મુસાફરોની સુવિધા માટેની જાહેરાત કરાઇ હતી પણ હજુ સુધી કામગીરી હાથધરાઇ નથી.ત્યારે વખતે ચરોત્તર માટે રેલ્વે બજેટમાં મોટી રકમ વર્ષો બાદ મંજૂર કરવામાં આવી છે.

પ્લેટફોર્મ નં.4થી 6 પર જવા બ્રીજ બનેે છે

અન્ય સમાચારો પણ છે...