• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • હરિયાળા ગામથી સુરત સાસરે જવા નીકળેલી જનેતા બે દિકરી સાથે ગૂમ

હરિયાળા ગામથી સુરત સાસરે જવા નીકળેલી જનેતા બે દિકરી સાથે ગૂમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાતાલુકાના હરિયાળાથી પોતાની બે િદકરીઓ સાથે સાસરે સુરત જવા નીકળેલ એક પરિણીતા ગૂમ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સંદર્ભે પરિણીતાના પતિએ ખેડા પોલીસ મથકે ગૂમ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા તાલુકાના કલીકુંડ ખાતે રહેતા પ્રદીપસિંહ પ્રવિણસિંહ વાઘેલાના લગ્ન હરિયાળાના સંજનાબા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંજનાબાએ બે િદકરીઓને જન્મ આપ્યો હતો. પ્રદીપસિંહ પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહે છે. દરમિયાન સુરતથી હરિયાળા આવેલ સંજનાબા પોતાની બે િદકરીઓ વિશ્વા (ઉં.વ.4) તથા ખુશાલી (ઉં.વ.4 માસ) ને લઈ તા.8મીના રોજ સવારે 11 કલાકે સુરત જવા નીકળ્યા હતા. સાંજના 5 કલાકે સંજનાબાના પિતાએ જમાઈ પ્રદીપસિંહને ફોન કરી જણાવેલ કે, સંજનાબા તથા બંન્ને ભાણીઓ સુરત આવી ગયા? ત્યારે પ્રદીપસિંહે અહીં કોઈ આવ્યુ હોવાનું જણાવ્યુ હતું. તપાસ કરતાં તેઓ પોતાની સાસરી કલીકુંડ કે સુરત આવ્યા હોવાનું જણાતાં પરિવારજનોએ સંજનાબા અને બંન્ને િદકરીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આજદિન સુધી તેઓનો કોઈ પત્તો મળ્યો નહતો. સંજનાબાની ઉંમર 23 વર્ષ, ઉંચાઈ 5 ફૂટ, રંગે ઘઉંવર્ણા, મજબુત બાંધાના તથા શરીર લીલા કલરની સાડી પહેરેલ છે. તેમની પાસે હાથમાં કપડાની સુટકેસ તથા બે િદકરીઓ છે. સંદર્ભે પ્રદીપસિંહ વાઘેલાની ફરિયાદના આધારે ખેડા પોલીસે ગૂમ જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદની પરિણીતા ત્રણ માસના પુત્ર સાથે ગૂમ

ખેડા પોલીસે બનાવ સંદર્ભે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી

આણંદ : આણંદનીપરિણીતા ગત મહિનાથી ઘરેથી કોઈને પણ કંઈ જાણ કર્યા વિના તેના ત્રણ માસના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં ગુમ થતા અંગેની ફરિયાદ આણંદ શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આણંદ શહેરના 80 ફૂટ રોડ સ્થિત આંગન પાર્ક સોસાયટીમાં વિજયભાઈ ખુમાનભાઈ ભીલવાડ પત્ની પ્રિયંકા અને ત્રણ માસના પુત્ર પીન્ટુ સાથે રહે છે. ગત એક જાન્યુઆરીના રોજ તેઓ મજૂરીકામે ગયા હતા. દરમિયાન મોડી સાંજે પરત આવ્યા હતા. સમયે તેમનો ત્રણ માસનો પુત્ર અને પોતાની પત્નીને જોતાં ચોંકી ઉઠ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમના દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં તેમના વતનમાં પણ તપાસ કરી હતી. પરંતુ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...