કાકા-ભત્રીજાએ ~ 5.13 લાખની છેતરપિંડી આચરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદઅને ખંભાતના પશુપાલકને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી કુલ નવ ગાય વાછરડાં સાથે રૂા. 5.13 લાખમાં અરવલ્લીમાં રહેતા કાકા અને ભત્રીજાએ ગત ઓક્ટોબરમાં ખરીદી હતી. જોકે, પછીથી બાકી નાણાંની ચૂકવણી કરવાનું વચન આપ્યા બાદ તે નાણાં ચૂકવ્યા નહોતા. વધુમાં તેની ઊઘરાણી કરવા જતા માર મારવામાં આવ્યો હતો. જેના પગલે અંગેની ફરિયાદ પેટલાદ શહેર પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

અરવલ્લી જિલ્લાના જાલમખાંટ મુવાડામાં રહેતા સુરેશ હાથી ખાંટ અને તેના ભત્રીજાએ ગત ઓક્ટોબરમાં પેટલાદના બોરિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ શંકરભાઈ ઠાકોર સાથે પરિચય કેળવી તેમની મધ્યસ્થી થકી પેટલાદ કોલેજ ચોકડી સ્થિત કાણીયા ગામના રહેવાસી વિનુભાઈ ભાઈલાલભાઈ પારેખ પાસેથી રૂા. 2.25 લાખમાં 4 જર્શી ગાય ખરીદી હતી. પછી જહાજ ગામમાં રહેતા ભૂપતભાઈ ચૌહાણ પાસેથી વાછરડાં સાથેની પાંચ ગાય રૂા. 2.88 લાખમાં ખરીદી હતી. જોકે, બાકી નાણાં તેઓ ટૂંક સમયમાં ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું. વાતને મહિનાથી દોઢ મહિનાનો સમય થવા આવ્યો હોવા છતાં પણ સુરેશ ખાંટ અને તેના ભત્રીજા દ્વારા નાણાની ચૂકવણી કરવામાં આવી નહોતી. જેને પગલે રમેશભાઈ ઠાકોર અને બંને પશુપાલકો તેમના વતનમાં પૈસા માગવા ગયા હતા. સમયે બંને જણાંએ ઉશ્કેરાઈને તેમને માર માર્યો હતો. જેને પગલે રમેશભાઈ ઠાકોરે બંને ઈસમો વિરૂદ્ધ પેટલાદ શહેર પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પેટલાદ પોલીસે બંને શખ્સ સામે ગુનો નોંધ્યો

પશુપાલક પાસેથી ગાય વેચાતી લીધી હતી

અન્ય સમાચારો પણ છે...