• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • એલિકોનમાં હાઇ પર્ફોમન્સ ક્રિકેટ કેમ્પનું આયોજન

એલિકોનમાં હાઇ પર્ફોમન્સ ક્રિકેટ કેમ્પનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલિકોનક્રિકેટ એકેડમી દ્વારા હાઇ પર્ફોમન્સ ક્રિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પેશ્યલ કોચ દ્વારા સેવા આપવામાં આવશે.

એલિકોન ક્રિકેટ એકેડમી દ્વારા ખેલાડીઓના પર્ફોમન્સ તેમજ ટેલેન્ટમાં પ્રગતિ થાય તે માટે જુદા જુદા કોચની મુલાકાત અને પ્રક્ટિસ મેચનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 7થી 12મી ડિસેમ્બર દરમિયાન હાઇ પર્ફોમન્સ કેમ્પનું આયોજન એલિકોન ક્રિકેટ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારના 7.30થી 11 કલાક અને બપોરના 2.30 કલાકથી સાંજના 6 કલાક સુધીનો રહેશે. કેમ્પમાં વિડિયો એનાલિસીસ, સ્કિલ એસેસમેન્ટ અને કરેક્શન, વન ટુ વન સેશન તથા ફીટનેસ ટેસ્ટ અને પ્લાનિંગની સુવિધા આપવામાં આવશે. કેમ્પ દરમિયાન ઇન્ડિયા ટીમના પૂર્વ ફિઝિયો અને સ્પોર્ટસ સાયન્સ એક્સપર્ટ જ્હોન ગ્લોસ્ટર, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ લેવલ સી કોચ એન્ડુ મેકગેરી, બેટિંગ એક્સપર્ટ તથા બીસીસીઆઇના પૂર્વ એનસીએ કોચ દિનેશ નાણાંવટી તથા બીસીસીઆઇના પર્ફોમન્સ એક્સપર્ટ અપૂર્વ દેસાઇ પોતાની સેવા આપશે. કેમ્પનું સંચાલન બીસીસીઆઇ ક્વોલિફાઇડ કોચીસ દ્વારા કરવામાં આવશે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતાં ખેલાડીઓને ચીફ કોચ દેવાંગ દેસાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

ખેલાડીઓની ટેલેન્ટ ઉજાગર કરવા મેચનું આયોજન

સંચાલન ‌BCCI ક્વોલિફાઇડ કોચીસ દ્વારા કરાશે

અન્ય સમાચારો પણ છે...