તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • આણંદના મત્સ્ય ઉધોગ ડેપ્યુટી કમિશ્નર સહિત 4ને કોર્ટની નોટિસ

આણંદના મત્સ્ય ઉધોગ ડેપ્યુટી કમિશ્નર સહિત 4ને કોર્ટની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુરતાલુકાના કનેવાલ તળાવામાં માછમારીના આણંદ મત્સય ઉદ્યોગ કચેરીના ઓર્ડર સામે હાઇકોર્ટે સ્ટે આપી દીધો છે. તેમજ બાબતમાં ડેપ્યુટી કમિશ્નર સહિત ચારને નોટીસ ફટકારી છે. તેમજ તા.17મી આોગષ્ટના રોજ હાજર થવા ફરમાન કર્યંુ હોવાનું સૂત્રોેઅે જણાવ્યું હતું.

અંગેની વધુ માહિતી આપતાં અરજદારના વકિલ જી.પી.ભાગેલે જણાવ્યું હતું કે, તારાપુર તાલુકામાં કનેવાલ તળાવ આવેલું છે. તળાવમાં માછીમારી કરવા માટે મત્સ્ય ઉદ્યોગ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જેને અનુલક્ષીને જે તે ઇજારેદારો પાસેથી ભાવ મંગાવવામાં આવે છે. જેના આધારે જેનો ભાવ વધારે હોય તેને મત્સ્ય ઉદ્યોગ માટે મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કનેવાલ તળાવમાં માછીમારી કરવા માટેના ટેન્ડરોમાં કનેવાલ સહકારી મંડળી દ્વારા વધારે ભાવ ભર્યા હતા. જયારે અન્ય એક ઇજારેદાર દ્વારા ઓછા ભાવ ભરવામાં આવ્યા હતા. ભાવ અંગે જયારે ટેન્ડર પ્રક્રીયાથી ખોલવામાં આવ્યા હતા જેમાં ભાવ વધારે હોવા છતાં પણ ત્રાિહત વ્યકીતનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જેથી બાબતે કનેવાલ સહકારી મંડળી દ્વારા હાઇકોર્ટમાં સ્પેશિયલ એપ્લીકેશન દાખલ કરવામાં અાવી હતી. જેની સુનાવણી જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટીસ એ.વાય.કોગઝેની બેન્સ સમક્ષ ચાલતાં મત્સ્ય ઉદ્યોગ કચેરીના હુકમ સામે સ્ટે આપ્યો હતો. સાથે સાથે હુકમ સંદર્ભે તા.17મીએ ખુલાસો કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. કામગીરીમાં સંકળાયેલા ચાર અધિકારીઓને નોટિસ ફટકારી છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ કમિશ્નર ગાંધીનગર, ડે.કમિશ્નર આણંદ, આસિસ્ટન્ટ કમિશ્નર સહિત ચારનો સમાવેશ થાય છે. સાથે સાથે સુનાવણી હાથ ના ધરાય ત્યાં સુધીમાં તેમજ હાઇકોર્ટના બીજા કોઇ માર્ગદર્શનના હોય ત્યાં સુધી કોઇ પ્રકારના ઇજારા આપવાની કાર્યવાહી કરવી નહીં તેવો આદેશ પણ કર્યો છે.

સહકારી મંડળી દ્વારા સ્પેશિયલ એપલીકેશન દાખલ કરાઇ હતી

કનેવાલ તળાવમાં માછીમારીના ઓર્ડર સામે હાઇકોર્ટનો સ્ટે

અન્ય સમાચારો પણ છે...